(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
રાજયના બજારોમાં રીંગણના ભાવ ગગડી જતાં ખેડૂતો તેમનો પાક રસ્તા ફેંકી દેવા મજબૂર બન્યા છે. તેમાંથી નર્મદા જિલ્લાના ખેડૂતો પણ બાકાત રહ્યા નથી.રીંગણના ભાવ મણના રૂ.400 થી સીધા 40 થઈ જતા ખેડૂતોએ રીંગનો ઉભો પાક રસ્તા પર ફેંકી દીધો હતો.
રાજપીપળા સહિત આજુબાજુના ગામડાઓમાં 110 એકર વિસ્તારમા રીંગણાનું વાવેતરખેડૂતોએ કર્યું છે. એક એકરમાંથી રોજના 100 મણ જેટલા રીંગણનું ઉત્પાદન થાય છે તેથી જિલ્લા માંથી 2.20 લાખ કિલો રીંગણ રોજના તૈયાર થાય છે.રીંગણના ઉત્પાદનની સામે બજારમાં માગ ઘટી જતાં ભાવો તળિયે આવી ગયાં છે. અગાઉ રીંગણ 200 થી400 રૂપિયે મણના ભાવે વેચાતા હતાં. તેથી બજારમાં રીંગણની ભરપૂર આવક થઈ હતી.પણ લગ્ન સીઝન અને શુભ પ્રસંગો પર હોળાષ્ટકના લીધે બ્રેક લાગી જતાં માંગ ઘટી હતી.જે રીંગણનો ભાવ 15 દિવસ પહેલા 200 રૂપિયે મણ હતો તે ઘટીને 40 રૂપિયા થઈ જતાં ખેડૂતોની માઠી દશા બેઠી છે.ભાવ તળિયે બેસી જતાં ખેડૂતોનો મજૂરીનો ખર્ચ પણ ન નીકળે તેવી સ્થિતિ છે.
કાછીયાવાડમાં રાજપીપળાના રહેતાં રાકેશ પટેલે જણાવ્યું હતું કે હાલ બજારમાં રીંગણનો ભરાવો વધી ગયોગામે ગામથી રીંગણા બજારોમાં ઠલવાઈ રહ્યા છે.નર્મદા જિલ્લામાં કોઈ મોટું માર્કેટ નથી એટલે અમારે સુરત કે મુંબઈ સુધી રીંગણ વેચવા માટે જવું પડતું હોય છે.20 કીલોની રીંગણ નીથેલીને સુરતના બજારમાં લઈ જવા માટે 50 રૂપિયાનો ખર્ચ થાય છે. રોજની 90 થેલી લઈ જઈ એતો 4,500 રૂપિયા ટેમ્પાનું ભાડુ થઈ જાય અને તેની સામે 40 ના ભાવ લેખે અમને વેચાણના 3,600 રૂપિયા જ મળતાં હોય છે.આમ ટેમ્પાનું ભાડુ પણ નીકળી શકે તેમ નથી.હાલ અમે અમારા ખેતરોમાં તૈયાર થયેલાં રીંગણને રોડ પર નાંખી રહ્યા છે જેથી પશુઓ તેને ન ખાઈ શકે.કારણકે રીંગણાં ગરમ હોય છે એટલે ઢોર પણ ખાતા નથી.
નર્મદા જિલ્લામાં 110 એકર જમીનમાં રીંગણનું વાવેતર કરાયું છે.એક એકરમાં રોજના 100 મણ એટલે કે 2,000 કીલો રીંગણ નીકળતાં હોય છે.110 એકરના ગણવામાં આવે તો 2.20 લાખ કીલો રીંગણ જિલ્લા માંથી ઉત્પાદિત થાય છે.જો આ તમામ રીંગણ બજારમાં 40 રૂપિયા મણના ભાવે વેચાઈ તો ખેડૂતોને 44 લાખ રૂપિયાની આવક થાય છે.તેની સામે રીંગણના ઉત્પાદન અને વહનની વાત કરવામાં આવે તો આ રીંગણ પાછળ ખેડૂતોનો ખર્ચ 55 લાખ રૂપિયા સુધી પહોંચી જાય છે.આમ નર્મદા જિલ્લાના ખેડૂતોને રોજની 11 લાખ રૂપિયાની ખોટ સહન કરવી પડી શકે છે.એટલે હાલ તો ખેડૂતોની દશા બેઠી છે ત્યારે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે એવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.
રીંગણના ભાવ ગગાડતા નર્મદાના ખેડૂતોને રસ્તા પર ફેંકવાનો આવ્યો
- રીંગણનો ભાવ 15 દિવસ પહેલા 200 રૂપિયે મણ હતો તે ઘટીને 40 રૂપિયા થઈ જતાં ખેડૂતોની માઠી દશા બેઠી - રીંગણના ઉત્પાદનની સામે બજારમાં માંગ ઘટી જતાં ભાવો તળિયે આવી જતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો