google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, December 8, 2024
HomeGujaratઅમે અમારો જીવ આપી દઈશું પણ જમીન નહિ ના નારા સાથેના ખેડૂતોએ...

અમે અમારો જીવ આપી દઈશું પણ જમીન નહિ ના નારા સાથેના ખેડૂતોએ વિરોધ કરી ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

- શિડ્યુલ પાંચમાં આવતા ઝઘડિયા તાલુકાના ગામોની જમીન સરકાર દ્વારા સંપાદન કરવામાં આવતા વિરોધ - પડાલ,ડમલાઈ અને મોરણ ગામના ખેડૂતોએ ગ્રામસભાની મંજૂરી વગર સરકારે જમીન સંપાદન કરતા મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ આવેદનપત્ર પાઠવ્યું

(જયશીલ પટેલ,ઝઘડીયા)

ઝઘડિયા તાલુકાના પડાલ મોરણ અને ડમલાઈ ગામના ખેડૂતો દ્વારા શિડયુલ પાંચમા આવતા તેમના ગામો ની જમીન ગ્રામસભાની મંજૂરી વગર સંપાદન કરવામાં આવતા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી વિરોધ નોંધાવ્યો હતો.

ગુજરાત સરકારના જાહેર સાહસ એવાં ગુજરાત ખાણ ખનીજ વિકાસ નિગમ દ્વારા ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ગામોમા થયેલ આદિવાસીઓની જમીન સંપાદન બાબતે આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યું હતું કે ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના પડાલ,ડમલાઈ અને મોરણ ગામના ખેડૂત હિત રક્ષક સમિતિની ખાસ અપીલ છે કે ઉપરોક્ત આદિવાસી ગામોની,શિડયુઅલ-૫ માં આવતી જમીનોની કોઈપણ જાતની જાણ કર્યા વગર અને ગ્રામસભાના ઠરાવ વિના ગુજરાત સરકારે સંપાદન કરેલ છે જે ગેરબંધારણીય છે.ટૂંક સમય પહેલા ગુજરાત સરકારના મહેસુલ વિભાગ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે, જે મુજબ ખેતીની જમીનમાં ગુજરાત ખાણ ખનીજ વિકાસ નિગમ દ્વારા જમીન સંપાદન કરી કોલસા માટે ખોદકામ થનાર છે.જેનો ઉપસ્થિત ખેડૂતોએ સખત વિરોધ કરીયે છિએ.વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ જમીન સંપાદનથી અમેં વિસ્થાપિત થઈશું,અમારા બાળકોના ભવિષ્ય અંધકારમય થઈ જશે,આવનાર પેઢીઓનું નિકંદન નીકળી જશે,અમારી રોજીરોટી છીનવાઈ જશે. અમે જમીન વિહોણા થઈ જઈશું. સરદાર સરોવર અને સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં જે વિસ્થાપિત અમારા આદિવાસીઓ થયેલ છે એ અમે ભલીભાતી જાણીએ છીએ.આથી અમે ભૂતકાળ દોહરાવા માંગતા નથી. આમ અમારા શિડયુઅલ વિસ્તારમાં ગ્રામરાભાની કોઈપણ જાતની મંજૂરી વિના અને ગ્રીન ટ્રીબ્યુનલની મંજૂરી વિના બંધારણનું સરેઆમ ઉલ્લંઘન કરીને અમારી પર જોર જુલમ ગુજારીને જમીનો હડપ કરવા માંગે છે એ ક્યારેય અમે ચલાવી લેવા તૈયાર નથી, આથી આપ મહોદયને અમારી વિનંતી છે કે આ જમીન સંપાદન તાત્કાલિક અટકાવી અમો આદિવાસીઓનું જીવન બચાવી લેવા આપને ફરીથી વિનંતી કરીએ છીએ તેવું આયોજનપત્રમાં જણાવ્યું હતું પોતાના ગામડેથી જિલ્લા મથક સુધી મોટી સંખ્યામાં ત્રણે ગામોના આદિવાસી ખેડૂતો ઉંધી પડી વિરોધ નોંધાવ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!