google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, July 14, 2024
HomeGujaratઝઘડિયાના ઉચેડીયા,નાનાસાંજા,ગોવાલી અને મુલદ ગામના ખેડૂતોએ વીજ કચેરી ખાતે હલ્લાબોલ કર્યો

ઝઘડિયાના ઉચેડીયા,નાનાસાંજા,ગોવાલી અને મુલદ ગામના ખેડૂતોએ વીજ કચેરી ખાતે હલ્લાબોલ કર્યો

- વાવાઝોડાને છ દિવસ વીત્યા બાદ પણ વીજ પુરવઠો યથાવત નહીં થતાં અને ખેતીનો મહામૂલો પાક બગડતા ખેડૂતો રોષે ભરાયા

(જ્યશીલ પટેલ,ઝઘડીયા)

ઝઘડિયા વીજ કંપનીના તાબા હેઠળ આવતા રાણીપુરા,ઉચેડિયા,નાનાસાંજા,ગોવાલી,મુલદ, બોરીદરા,ખરચી,સરદારપુરા,ઉટીયા,ગુમાનપુરા, કપલસાડી, ફુલવાડી જેવા ગામોમાં કાયમી વીજ પુરવઠાની સમસ્યા રહે છે.જ્યોતિગામ યોજના હેઠળ રહેણાંક વિસ્તારના વીજ ગ્રાહકો તથા એગ્રીકલ્ચર વિભાગના ખેડૂત વીજ ગ્રાહકોને કાયમ સામાન્ય પવન ફૂંકાતો હોય ત્યારે અથવા વરસાદ બાદ વીજ પુરવઠો યથાવત કરતા અઠવાડિયાઓ અને મહિનાઓ લાગી જતા હોય છે.જેના કારણે ખેડૂતોએ વીજ કંપનીના ભરોસે કરેલ પિયત ખેતીમાં ભારે નુકસાન થતું હોય છે.ગત તારીખ ૧૩ મીના રાત્રે મીની વાવાઝોડું આવ્યું જેમાં જ્યોતિગ્રામ તથા એગ્રીકલ્ચરની વીજ લાઈનોમાં મોટું નુકસાન થયું હોવાનું વીજ કચેરીના અધિકારી તથા કર્મચારીઓએ જણાવ્યું હતું.જ્યોતિગામ વીજ પુરવઠો તો ૨૪ કલાક બાદ યથાવત કરવામાં આવ્યો હતો.પરંતુ આજે વાવાઝોડું ગયાને છ દિવસ બાદ પણ ઉચેડિયા,નાનાસાજાં, ગોવાલી અને મુલદ ગામનો એગ્રીકલ્ચર વીજ પુરવઠો ખેડૂતોને યથાવત કરી આપવામાં ક્યાંકને ક્યાંક ઝઘડિયા વીજ કચેરીના જવાબદાર અધિકારીઓ કાચા પડ્યા છે.ખેડૂતોના જણાવ્યા પ્રમાણે છેલ્લા છ દિવસથી તેમના ઉભા પાકને ૪૦ થી વધુ ડિગ્રીની ગરમીમાં સિંચાઈ નહીં મળતા પાક મૃત હાલતમાં થઈ ગયો છે.ઉભા કેળના થડીયા જમીનદોસ થઈ રહ્યા છે.ગરમીના કારણે અને  પાકને એક બુંદ પણ પાણીનુ નહી મળતા પાકનો વિકાસ અટકી પડયો છે અને છતા પાણીએ વિજ પુરવઠાના અભાવે પાક ખેડૂતની નજર સમક્ષ મુરઝાઈ રહ્યો છે.વીજ પુરવઠા નહી હોવાના કારણે નવું વાવેતર કરી શકાયુ નથી,આ બધી સમસ્યાઓના કારણે ખેડૂતો રોષે ભરાયા હતા.જેથી ઉચેડિયા,નાનાસાંજા,ગોવાલી અને મુલદ ગામના ખેડૂતોએ ઝઘડિયા વીજ કચેરી ખાતે હલ્લાબોલ કરી જવાબદાર કર્મચારીઓને આડે હાથે લીધા હતા અને તાત્કાલિક વધુ માણસોની ટીમ કામે લગાડી આજની તારીખમાં વીજ પુરવઠો યથાવત કરવાની માંગણી કરી હતી.આ બાબતે ઝઘડિયાના નાયબ ઈજનેર દ્વારા ખેડૂતોને હૈયાધારણ આપી સત્વરે વીજ પ્રવાહ યથાવત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

– ખેડૂતોએ વીજ કંપની સમક્ષ શું શું માંગણી મૂકી : ખેડૂતોએ વધુ માંગ કરી હતી કે ગોવાલી ગામ ખાતે નવું સબ સ્ટેશન મંજુર થયું છે તે ઝડપી બને અને ઝઘડિયાથી મુલદ સુધીની લાઈનને બે વિભાગમાં વહેંચવામાં આવે,દરેક ગામ દીઠ ફરજિયાત હેલ્પરો ફિક્સ મૂકવામાં આવે,એગ્રીકલ્ચર લાઈનના દરેક પોલ પર પેટ્રોલીંગ કરી ઝાડી ઝાંખરાની સમયસર સાફ સફાઈ કરવામાં આવે તેનું સ્ટ્રક્ચર ચેક કરવામાં આવે અને લટકતા વીજ વાયરોને સમયાંતરે ખેંચવામાં આવે જેથી ચોમાસામાં તથા અચાનક આવેલા ભારે‌ પવનમાં વિજપોલ સ્ટ્રક્ચર વિજ લાઈનોને ઝાઝુ નુકસાન થાય નહી તથા કોઈ અકસ્માત નહી થાય.વીજ પ્રવાહ ખોટકાયો હોય ત્યારે કેટલીક વાર સ્થાનિક કસ્ટમર કેર નંબર પર યોગ્ય જવાબ મળતો નથી અને ખેડૂત દ્વારા કરવામાં આવેલો કોલ ઉપાડતા નહીં હોવાની પણ ફરિયાદ કરી હતી.

– ગોવાલી ખાતેનું નવું સબ સ્ટેશન ૨૦૨૫ ના ચોમાસા પહેલા કાર્યરત થઈ જશે 

ઝઘડિયાથી મુલદ સુધીની લાંબી એગ્રીકલ્ચર વીજ લાઈન ના કારણે વારંવાર નાની મોટી સમસ્યાઓ થતી હોય છે.જેના કારણે ૧૦ થી ૧૨ ગામડાઓનો વીજ પ્રવાહ ખોરવાઈ છે જેથી નવું સબ સ્ટેશન બનાવવાની મંજૂરી મળી હતી.પરંતુ જમીનના વિવાદના કારણે તે ઘણા સમયથી કામ ટલ્લે ચડયુ હતુ પરંતુ ગોવાલી ગ્રામ પંચાયતના સહયોગથી જમીનનો ઈસ્યુ શોર્ટ આઉટ થઈ ગયો હોય અને સબ સ્ટેશન બનાવવાનું ટેન્ડર પણ મંજૂર કરવામાં આવ્યું છે.૨૦૨૫ ના ચોમાસા પહેલા  ગોવાલીનું સબ સ્ટેશન શરૂ થઈ જશે તેમ જેટકોના ઈજનેર દ્વારા ટેલિફોનિક વાત દરમ્યાન જણાવ્યું હતું

– છેલ્લા કેટલા દાયકાઓથી એગ્રીકલ્ચર વીજ લાઈનોનું રૂટીન સમારકામ થયું નથી 

ઝઘડિયા વીજ કચેરીના તાબા હેઠળના રાણીપુરા ઉચેડિયા ગુમાનદેવ નાનાસાજાં ગોવાલી મુલદ ગામની સીમોમાં દાયકાઓ પહેલા જ્યારે વિજ લાઈન આવી હતી.ત્યારે જે વીજવાયરો ખેંચવામાં આવ્યા હતા ત્યાર બાદ વીજ કંપની દ્વારા રૂટીન સમારકામ કોઈ દિવસ હાથ ધરવામાં આવ્યું નથી,જ્યારે પણ ભારે પવન અથવા રેલના કારણે નુકસાન થાય તેટલું જ સમારકામ કરવામાં આવે છે,બાકી સીમોમાં લટકતા વાયરો,તૂટી ગયેલા સ્ટ્રકચરો,નમી પડેલા પોલ‌ તેમના તેમ જ‌ રહે છે,તેનું ફોલ્ટ વગર સમારકામ કરવામાં આવતું નથી જેના કારણે નાની મોટી કુદરતી આફતોમાં સમારકામ વગર ચાલતા પોલ વાયરો સ્ટ્રકચરો તુરંત જ તૂટી પડે છે જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે,જો શિયાળાના સમયમાં રૂટિન પેટ્રોલિંગ કરી રૂટિન સમારકામ જેવુ કે વીજવાયરો ખેંચવા,નમી પડેલા પોલ સીધા કરવા ની કામગીરી કરવામાં આવે તો ખેડૂતો અને વીજ કંપની બંને ભારે નુકસાન માંથી બચી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!