google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Saturday, July 13, 2024
HomeCrimeઅંકલેશ્વરના જૂના દીવા ગામે પુત્રીના ઘરે આવેલા પિતાની અજાણ્યા ઈસમો દ્વારા હત્યા

અંકલેશ્વરના જૂના દીવા ગામે પુત્રીના ઘરે આવેલા પિતાની અજાણ્યા ઈસમો દ્વારા હત્યા

- લૂંટના ઈરાદે હત્યા કરાઈ હોવાનું પોલીસનું પ્રથામિક અનુમાન : હત્યારાઓનું પગેરું મેળવવાની પોલીસે તજવીજ હાથધરી

અંકલેશ્વર,
અંકલેશ્વરના જુના દીવા ગામે પુત્રીના ઘરે રહેવા આવેલ વૃદ્ધની અજાણ્યા ઈસમોએ હત્યા કરી ફરાર થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડ્યો હતો.લૂંટના ઈરાદે હત્યા કરાય હોવાનું પોલીસે પ્રાથમિક અનુમાનના આધારે વધુ તપાસ શરૂ કરી હત્યારાઓને ઝડપી પાડવાની કવાયત હાથધરી છે.
ભરૂચ જીલ્લાના અંકલેશ્વરના જૂના દીવા ગામના વસી ફળિયામાં પોતાની પુત્રીના ઘરે રહેવા આવેલ ૭૨ વર્ષીય યાકુબ મહમંદ જીણા ઘરમાં એકલા હતા.તે દરમ્યાન અજાણ્યા ઈસમો વૃદ્ધની હત્યા કરી ફરાર થઈ ગયા હતા.હત્યા અંગેની જાણ થતાં જ ભરૂચ જીલ્લા પોલીસવડા મયુર ચાવડા,અંકલેશ્વર ડીવાયએસપી ડૉ.કુશલ ઓઝા સહિત પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો.આ સાથે જ પોલીસે ડોગ સ્કોર્ડની મદદ વડે હત્યારાઓનું પગેરું મેળવવાની તજવીજ હાથધરી હતી.ત્યારે હાલ તો લૂંટના ઈરાદે વૃદ્ધની હત્યા કરાય હોવાનું પ્રાથમિક અનુમાન સેવાઈ રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પુત્રી-જમાઈ બહાર ગયા હોવાથી વૃદ્ધ ઘરમાં એકલા હતા.તે દરમ્યાન હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!