google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, July 14, 2024
HomeGujaratએકતાનગર પો.સ્ટેના ટ્રાફિક વિભાગના પોલીસ હેડ કોન્સ્ટેબલનું પરાક્રમ : દ્દારૂના નશામાં ધુત...

એકતાનગર પો.સ્ટેના ટ્રાફિક વિભાગના પોલીસ હેડ કોન્સ્ટેબલનું પરાક્રમ : દ્દારૂના નશામાં ધુત થઈને ચૈતર વસાવાના કાર્યાલય સામે ઉભા રહી પેશાબ કર્યો

- તેમના પરિવારજનો વિશે અભદ્ર ગાળો ભાંડી : પોલીસ હેડ કોન્સ્ટેબલ સામે પોલીસ ફરીયાદ થતા આરોપી કોન્સ્ટેબલને કસ્ટડીમાં ધકેલાયો : ધારાસભ્ય ચૈતર વસાવા પોલીસ સ્ટેશને પહોંચ્યા

(જ્યોતિ જગતાપ,રાજપીપળા)

દારૂ ના નશામા રાડો પાડી રહેલા આ ઈસમ નું નામ છે પ્રદીપ અમરસિંગ વસાવા એનાથી વધુ એક ઓળખ જોડાયેલી છે કે આ પ્રદીપ વસાવા એક પોલીસ હેડ કોન્સ્ટેબલ છે જે કેવડિયા-એકતાનગર પો.સ્ટે ના ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવે છે.

પ્રદીપ અમરસિંગ વસાવા પોલીસ હેડ કોન્સ્ટેબલ દ્વારા દારૂના નશામાં ૯ મી જૂનની રાત્રે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના કાર્યાલય સામે ઉભા રહી ચૈતર વસાવા અને તેમના પરિવારજનો વિશે અભદ્ર ગાળો ભાંડી ડેડીયાપાડા લીમડાચોક ખાતે આવેલ કાર્યાલય પર પેશાબ કરવાનો બનાવ સામે આવ્યો છે.

હાજર લોકોએ ૧૦૦ નંબર ઉપર ફોન કરી પોલીસને સુપ્રત કર્યો હતો.પોલીસે આ આરોપી કોન્સ્ટેબલને કસ્ટડીમાં લીધો હતો.પરંતુ તેની સામે કાર્યવાહી થશે કે કેમ એ પ્રકારની આશંકા સાથે લોક ટોળા પોલીસ પથકની બહાર ભેગા થઈ ગયા હતા.

મોડી રાત્રે ધારાસભ્ય ચૈત્ર વસાવાના સંયોગી જગદીશ વસાવા દ્વારા આરોપી પોલીસ કોન્સ્ટેબલ સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.પોલીસે આરોપી કોન્સ્ટેબલ સામે ફરિયાદ નોંધ મેડિકલ એક્ઝામિનેશન સહિતની કામગીરી શરૂ કરી છે તેવી જાણકારી મળી રહી છે.

બનાવ દેડીયાપાડા લીમડા ચોક પાસે આવેલ ધારાસભ્ય ચૈતર વસાવાનાઓની ઓફીસ પાસે બન્યો હતો.જેમાં ફરિયાદી જગદીશભાઈ મંછીભાઈ વસાવાએ પ્રદીપભાઈ અમરસીંગભાઈ વસાવા સામે નોંધાયેલ ફરિયાદમા જણાવ્યું છે કે ધારાસભ્ય 

ચૈતર વસાવાની દેડીયાપાડા લીમડાચોક ખાતે આવેલ ઓફીસના સટર ઉપર પેશાબ કરી ફરીયાદીને તથા  ધારાસભ્ય ચૈતર વસાવાનુ નામ લઈને તથા સાહેદ સાહેલભાઈ બાલાસાહેબ રાઠોડને ગમે તેમ માં બેન સમાણી બીભસ્ત ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કર્યો તે બાબતની પોલીસ ફરિયાદ ડેડીયાપાડા પોલીસ મથકે નોંધાતા પોલીસે તપાસ હાથધરી છે. ત્યારે નર્મદા પોલીસ ફરી એક વખત વિવાદમાં આવી છે થોડા દિવસ પહેલા સાગબારા પોલીસ મથકમાં કેટલાક આદિવાસી યુવકોને ઢોર મારવાની ઘટના હજી છે ત્યારે ફરી એકવાર નર્મદા પોલીસ જાની એરણ ઉપર છે.હવે જોવાનું એ રહે છે કે નર્મદા પોલીસવાળા આ બાબતે શું કાર્યવાહી કરી છે તેના પર સૌની નજર મંડાઈ છે.

Oplus_0
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!