ભરૂચ,
રાજય સરકાર દ્વારા ભરૂચ ચાઈલ્ડ વેલ્ફેર કમિટીમાં નિયુક્ત પ્રમુખ તેમજ સભ્યોનો સન્માન સમારોહ ભરૂચ પાંજરાપોળ ખાતે યોજાયો હતો.
ભરૂચ ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના પ્રમુખ સહિત સભ્યોનો કાર્યકાળ પૂર્ણ થતાં રાજય સરકાર દ્વારા નવા પ્રમુખ તેમજ સભ્યોની નયુક્તિ કરવામાં આવી છે.જેમાં ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના પ્રમુખ તરીકે એડવોકેટ પીનાકીન કંસારાની નયુક્તિ કરવામાં આવી છે.જ્યારે ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના સભ્યોમાં શ્રદ્ધા બીનિવાલે, બકુલાબેન પટેલ, મનોજભાઈ રામી, સંજયભાઈ પટેલની નયુક્તિ કરવામાં આવી છે.ભરૂચ ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના નવનિયુક્ત પ્રમુખ પીનાકિન કંસારા સહિતના સભ્યોનો સન્માન સમારોહ ભરૂચ પાંજરાપોળ ખાતે યોજવામાં આવ્યો હતો,
આ પ્રસંગે ભરૂચ પાંજરાપોળના મુખ્ય ટ્રસ્ટી બિપિનભાઈ ભટ્ટ, એડવોકેટ અને નોટરી મહેન્દ્ર કંસારા, શુભેચ્છકો સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં નવનિયુક્ત પ્રમુખ સહિતના સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું.