(જ્યશીલ પટેલ,ઝઘડીયા)
ઝઘડિયા તાલુકા માંથી પસાર થતા સરદાર પ્રતિમા ધોરીમાર્ગ પર જીવલેણ અકસ્માતો હવે સામાન્ય બની ચૂક્યા છે,આડેધડ અને ઓવરલોડ ખનીજ ભરી ચાલતા વાહનો નાના વાહનોને ગણકારતા નથી તે પ્રમાણે પોતાનું વાહન બેફિકરાઈથી હંકારતા જોવા મળે છે.જેના કારણે ખૂબ મોટી સંખ્યામાં અકસ્માતોની વણઝાર ઝઘડિયા પંથકમાં ફાટી નીકળી છે. આજરોજ નાના ફાટક પાસે એક મહિલા વન કર્મચારીનું અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં મહીલા વન કર્મચારીનું ઘટના સ્થળે મોત થયુ હતુ.
જાણવા મળતી માહિતી મુજબ મૂળ દહેજ તાલુકો વાગરા ખાતે રહેતી કવિતા કાંતિલાલ ગોહિલ ઉંમર વર્ષ આશરે ૩૨ ની કેવડિયા વન વિભાગમાં બીટ ગાર્ડ તરીકે ફરજ બજાવતી હતી.કવિતા આજરોજ સાંજે તેની ફરજ પરથી કેવડીયા થી દહેજ જવા રવાના થઈ હતી.ત્યારે ગુમાનદેવ ની આગળ નાનાસાજાં ફાટક પાસેથી પસાર થતી હતી.ત્યારે તેની મોપેડને કોઈ અજાણ્યા માલવાહક ટ્રકના ચાલકે ટક્કર મારી અકસ્માત સર્જીયો હતો.અકસ્માતમાં આખી ટ્રક તેના પરથી ફરી વળી હતી.જેના કારણે તેનું ઘટના સ્થળે જ મોજ નીપજ્યું હતું.અકસ્માતની જાણ ઝઘડિયા વન વિભાગને થતા તેઓ તાત્કાલિક જ ધટના સ્થળે પહોંચી ગયા હતા અને ઝઘડિયા પોલીસ પણ ત્યાં પહોંચી મરણ જનાર કવિતાની પોસ્ટમોર્ટમની કાર્યવાહી કરવા તેનો મૃતદેહ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.આ લખાય છે ત્યારે ઝઘડિયા પોલીસે આજાણ્યા વાહન ચાલકની શોધખોળ શરૂ કરી તેની વિરુદ્ધ કાર્યવાહી હાથધરી છે.