ભરૂચ,
ભરૂચમાં ખત્રીવાડ વિસ્તારમાં માલિકીની જમીન ઉપર ભાડુવાતે કબ્જો જમાવી બાંધકામ કરતા હોય જેના પગલે માલિકે બૌડા વિભાગમાં કામ બંધ કરાવવા બાબતે વારંવાર છ જેટલી અરજીઓ આપી હોવા છતાં કામ ચાલુ રહેતા અરજદારે સવારે બૌડા વિભાગમાં પહોંચી ઉગ્ર રજૂઆત કરી સાથે લાવેલ ઝેરી દવા ગટગટાવી લેતા બેભાન અવ્યસ્થામાં સારવાર અર્થે લાવવામાં આવી હતી અને મહિલા અરજદાર પાસેથી સ્યુસાઈટ નોટ મળી આવતા પોલીસે કાર્યવાહી હાથધરી છે.
ભરૂચમાં જૂની કલેકટર કચેરીમાં બૌડા વિભાગ કાર્યરત છે.જેમાં વડોદરાની રહીશ સંગીતાબેન મહેતા કે જેઓની માલિકીની મિલ્કત ખત્રીવાડમાં આવેલ હોય અને તે ભરતી નામની મહિલાને ભાડેથી આપેલી હોય જે મિલ્કત નર્મદા નદીમાં આવેલ પૂરના કારણે ઘસી પડેલ અને ત્યાર બાદ ભાડુવાતે મકાન માલિકને જાણ કર્યા વિનાજ પોતાની મિલ્કત હોય તે પ્રકારે જાતે જ બૌડા વિભાગની મંજૂરી વિના બાંધકામ ચાલતું હોય જેના પગલે મૂળ મલિક સંગીતાબેન મહેતાએ પોતાની માલિકીની મિલ્કતમાં ગેરકાયદેસર બાંધકામ અટકાવવા માટે બૌડા વિભાગમાં અરજી આપી હતી.જેના કારણે બૌડા વિભાગ દ્વારા ગેરકાયદેસર બાંધકામને સીલ કરી સંતોષ માન્યો હતો.તેમ છતાં ગેરકાયદેસર બાંધકામ સતત ચાલતું રહેતા સંગીતાબેન મહેતાએ છ વખત અરજી આપી ન્યાયની આશા વ્યકત કરી હતી.પરંતુ બૌડા વિભાગ દ્વારા કાર્યવાહી ન થતી હોવાના આક્ષેપ સાથે સવારના સમયે અરજદાર બૌડા વિભાગના નગર નિયોજન ની ઓફિસ માં પહોંચી ગયા હતા અને કામ બંધ કરાવવા બાબતે રજૂઆત કરી હતી.પરંતુ અરજદારને ન્યાય નહિ મળે તેવી આશ એ તેની પાસે રહેલી બોટલમાં રહેલું સફેદ કલરનું પ્રવાહી ગટગટાવી ઢળી પડયા હતા.
અરજદાર આપઘાતનો પ્રયાસ કરતા અધિકારીઓએ તાતકાલિક 108 ને જાણ કરી ઢળી પડેલ અરજદારને બેભાન અવસ્થામાં સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને અરજદારને પાકીટમાં તપાસ કરતા એક સ્યુસાઈટ નોટ મળી આવી હતી.જેમાં અરજદાર આપઘાત કરનારે સૌ પ્રથમ લખ્યું છે બેટા સોરી કહી 15 થી 20 જેટલી લીટી ની સ્યુસાઈટ નોટ લખી છે.જેમાં બૌડા વિભાગના અધિકારીઓ અને મિલ્કત ઉપર કબ્જો જમાવનાર ભાડુવાત સામે ગંભીર આક્ષેપ કર્યા છે.જે સ્યુસાઈટ નોટ પણ એ ડિવિઝન પોલીસે કબ્જે લીધી છે.
બૌડા વિભાગમાં એક અરજદારે દવા ગટગટાવી હોય તે બાબતે નગર નિયોજન અધિકારીએ કહ્યું હતું કે જે અરજદારે આપઘાતનો પ્રયાસ કર્યો છે તેમની ફાઈલ આ ઓફિસમાં ચાલે છે અને તેમની અરજી ઉપર સુનાવણી થયા બાદ ગેરકાયદેસર બાંધકામ તોડવાનો હુકમ થાય ત્યાર બાદ જ કાર્યવાહી થઈ શકે પરંતુ અરજદાર તેમનું ગેરકાયદેસર બાંધકામ છે તે બંધ કરાવવા માટે આવ્યા હતા.પરંતુ નિયમ મુજબ કામ કરવું પડે કારણ કે અમારે નિયમ મુજબ કરવું પડે અને તે નિયમ મુજબ જ થાય અને બાંધકામ દૂર કરાવીશું.
ખત્રીવાડ વિસ્તારમાં એક ભાડુવાતે મિલ્કત ઉપર કબ્જો જમાવી બાંધકામ કરવાના પ્રકરણમાં તપાસ દરમ્યાન આ મિલ્કત કબીરપંથી તરફથી આપઘાતનો પ્રયાસ કરનાર સંગીતાબેન મહેતાને આપી હોય અને છતાં ભાડુવાત ગેરકાયદેસર કબ્જો જમાવતા હોય જેના કારણે આખરે અરજદારને ન્યાય નહિ મળે તેવા ભય વચ્ચે દવા ગટગટાવી હોય તેમ પ્રાથમિક અનુમાન લગાવી રહ્યું છે.
ભરૂચમાં બૌડા વિભાગની કચેરીમાં મહિલા અરજદારે આપઘાતનો પ્રયાસ કર્યો
- અરજદારની માલિકીની જમીન ઉપર ભાડુઆત બાંધકામ કરતા હોય જે મુદ્દે વારંવાર અરજી આપવા છતાં કામ ન અટકતા મહિલા અરજદારે અધિકારી સામે ઝેરી દવા ગટગટાવી - અધિકારીની સામે જ દવા ગટગટાવનાર મહિલાના પર્સ માંથી સ્યુસાઈટ નોટ પણ મળી આવી : સ્યુસાઈટ નોટમાં આધિકારીઓ અને ભાડુવાત ઉપર આક્ષેપ કરતા પોલીસે તપાસ ધરી