ભરૂચ,
ભરૂચ શહેરના મહંમદપુરા વિસ્તારમાં આવેલા એક મકાનમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી ગઈ હતી.આગની ઝપેટમાં બાજુના અન્ય બંધ મકાનો પણ આવી જતા સ્થાનિક લોકોએ ઘટનાની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરતા ટેન્ડર સાથે લશ્કરો દોડી આવ્યા હતા.જોત જોતામાં આજે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં પાલિકા અને જીએનએફસી મળી પ થી ૬ ફાયર ફાયટરોએ દોડી આવી આગ પર કાબુ મેળવવાની કામગીરી હાથધરી હતી.આગમાં મકાનમાં રહેલા બે ગેસના બોટલ પણ બ્લાસ્ટ થતાં લોકોમાં અફરાતફરીનો માહોલ છવાયો હતો.
ભરૂચના બી ડીવીઝન પોલીસ મથકની સામે લાલવાડી વિસ્તારમાં એક મકાનમાં અચાનક આગ ફાટી નીકળી હતી.જેથી સ્થાનિકોમાં દોડધામ મચી ગઈ હતી.આગ એટલી વિકરાળ હતી કે આગના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડતા હતા.આગની ઝપેટમાં બાજુના અન્ય બે મકાન પણ આવતા આગે ભયંકર સ્વરૂપ ધારણ કર્યું હતું.આગમાં બે ગેસના બોટલ પણ ફાટયા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.આગ અંગેની જાણ ભરૂચની નગરપાલિકાના ફાયર વિભાગને થતા ફાયર ટેન્ડર સાથે ધટના સ્થળે પહોંચ્યા હતા.પરંતુ આગ વિકરાળ હોવાના કારણે પાલિકા અને જીએનએફસીના ૫ થી ૬ ફાયર ટેન્ડર ધટના સ્થળે પહોંચ્યા હતા અને બ્રિગેડના લશ્કરોએ દોડી આવી આગ પર કાબુ મેળવવાની કોશિષમાં લાગ્યા હતા.જોકે સદ્દનસીબે આગમાં કોઈ જાનહાની નહીં નોંધાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.આગ ક્યાં કારણોસર લાગી હતી તેનું કારણ જાણી શકાયું ન હતું.