google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, April 16, 2024
HomeGujaratભરૂચની આલ્ફા સોસાયટીના એક મકાનમાં આગ લાગતાં આસપાસના રહીશોમાં દોડધામ

ભરૂચની આલ્ફા સોસાયટીના એક મકાનમાં આગ લાગતાં આસપાસના રહીશોમાં દોડધામ

- મકાનમાં એક વ્યક્તિનો આબાદ બચાવ થયો

ભરૂચ,

ભરૂચના લિંકરોડ પર આવેલી આલ્ફા સોસાયટીમાં આવેલા એક મકાનમાં આગ લાગતા આસપાસના રહીશોમાં દોડધામ મચી ગઈ હતી.આગની જાણ ભરૂચ પાલિકાના ફાયર બ્રિગેડની ટીમને કરવામાં તેઓએ દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો.જોકે મકાનમાં એક વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ શહેરના લિંકરોડ પર આવેલી આલ્ફા સોસાયટીમાં પોરાગ રમેશચંદ્ર શાહ નામના વ્યક્તિ એકલવાયું જીવન જીવે છે.તેમના મકાન આજરોજ વહેલી સવારે કોઈ કારણોસર આગ લાગતા તેઓ સલામત રીતે બહાર દોડી આવતા આબાદ બચાવ થયો હતો.આગના કારણે આસપાસ રહેતા સ્થાનિકોમાં દોડધામ મચી ગઈ હતી.આગના સમાચાર સાંભળતા જ લોકો પોતાના મકન માંથી બહાર દોડી આવ્યા હતા.આ ઘટના અંગેની જાણ સ્થાનિકોએ ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડને કરતા તેઓ ફાયર ટેન્ડર સાથે તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા.ફાયરના લાશ્કરોએ પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.જોકે આગમાં મકાન માલિકની ઘર વખરીને નુકશાન પહોંચ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!