google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Friday, November 8, 2024
HomeGujaratભરૂચના નવા તવરા ગામે દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ

ભરૂચના નવા તવરા ગામે દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ

- ભરૂચ નગરપાલિકાના બે ફાયર ટેન્ડરો દ્વારા પાણીનો મારો ચલાવી કાબુમાં લીધી - લાખોની કિંમતનો દુકાનમાં રહેલા સામાન બળીને ખાખ

ભરૂચ,
ભરૂચ તાલુકાના નવા તવરા ગામે વહેલી સવારના અરસામાં દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લગતા ભરૂચ પાલિકાના ફાયટ ટેન્ડરો પહોંચ્યા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.જોકે આગના પગલે દુકાનમાં રહેલ સમાન બળીને ખાખ થઈ જતા લાખો રૂપિયાનું નુકશાન થવા પામ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ તાલુકાના નવા તવરા ગામે શૈલેષભાઈ ઠાકોરભાઈ મોદીની ઘરમાં રહેલી દુકાનમાં આજે વહેલી સવારે આગ લાગી હતી.જોકે જેવો મકાનના બીજા માર સેકન્ડ ફ્લોર ઉપર સુતા હતા જેને લઇ તેઓને પણ આગની જાન ન થઈ હતી આગની ૧૫ થી ૨૦ મિનિટ બાદ સામે રહેલા વ્યક્તિઓએ તેઓને બૂમ પાડી જણાવ્યું હતું કે તમારી દુકાનમાં આગ લાગી છે જે જોઈ તેવો તરત જ બહાર નીકળ્યા હતા અને ઘરમાં રહેલ ચારેય વ્યક્તિઓ ઘર માંથી બહાર નીકળવાના પ્રયાસો કર્યા હતા.જોકે ભારે જહમદ બાદ તેઓ સહી સલામત બહાર નીકળ્યા હતા અને ત્યાર બાદ તેઓએ ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરતાં ને જાણ કરતા ભરૂચ નગરપાલિકાના બે ફાયર ટેન્ડરો તાત્કાલિક પહોંચ્યા હતા અને દુકાનમાં લાગેલી આગ પર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.જોકે આ ઘટનામાં કોઈ જ પ્રકારની જાનહાની થવા પામી ન હતી.પરંતુ દુકાનમાં રહેલો લાખો રૂપિયાની કિંમતનો માલ સામાન બળીને ખાખ થઈ ગયો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!