google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Saturday, July 13, 2024
HomeGujaratભરૂચના કસકમાં આવેલ ભાજપ કાર્યાલયમાં આગનો બનાવ

ભરૂચના કસકમાં આવેલ ભાજપ કાર્યાલયમાં આગનો બનાવ

- આગની જાણ થતાં ફાયર બંબા પહોંચી પાણીનો મારો ચલાવી કાબૂમાં લેવાઈ - શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન

ભરૂચ,
ભરૂચ જીલ્લા ભાજપ કાર્યાલયમાં સોમવારની સવારના સમયે આચનક આગ ભભૂકી ઉઠતાં દોડધામ મચી હતી.આગની જાણ ભરૂચ પાલિકાના ફાયર બ્રિગેડની ટીમને થતાં તેઓએ દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.જોકે કાર્યાલયમાં શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યુ છે.
ભરૂચ જીલ્લામાં દિન પ્રતિદિન વધતી જતી ગરમીના કારણે આગની ઘટનાઓ બની રહી છે.ત્યારે સોમવારની સવારના અરસામાં ભરૂચના કસક વડીલોના ઘર નજીક આવેલા ભારતીય જનતા પાર્ટીના જીલ્લા કાર્યાલયમાં આચનક ધૂમાડા સાથે આગ ભભૂકી ઉઠતાં દોડધામ મચી હતી. આગ અંગેની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડની ટીમને કરવામાં આવતા તેઓએ તાત્કાલિક ફાયર બંબા સાથે દોડી આવી આગ ઓલવવાની કામગીરી હાથધરી હતી.જોકે કાર્યલય બંધ હોય અંદર ધૂમાડા વધી જવાના કારણે લશ્કરોને આગ ઓલવવા માટે ભારે જહેમત ઉઠાવી પડી હતી. જોકે ફાયરના માણસોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આગમાં કાર્યાલયમાં રહેલું અમુક સાહિત્ય બળી ગયું હતું.આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે.જોકે આગમાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!