Wednesday, February 28, 2024
spot_img
HomeGujaratઅંકલેશ્વર મામલતદાર કચેરી પાછળના ભાગે આવેલ રેકર્ડ્સ રૂમમાં આગ

અંકલેશ્વર મામલતદાર કચેરી પાછળના ભાગે આવેલ રેકર્ડ્સ રૂમમાં આગ

- આગ લાગતાં દોડધામ મચી હતી જોકે પાલિકાના ફાયર ફાયટરોએ પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો જોકે સદ્દનસીબે કોઈ જાનહાનિ ન થઈ હતી

અંકલેશ્વર,
અંકલેશ્વરની મામલતદાર કચેરી પાછળના ભાગે આવેલ રેકર્ડ્સ રૂમમાં આગ લાગતાં ભારે દોડધામ મચી જવા પામી હતી.જ્યાં પાલિકાના ફાયર ફાયટરના લાશ્કરોએ દોડી આવી પાણીનો મારો ચલાવી સમગ્ર આગ પર કાબુ મેળવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરમાં આવેલી મામલતદાર ઓફીસના પાછળના ભાગે આગ ભભૂકી ઉઠતાં અધિકારીઓ સહિત કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી.આગના કાળા ભમ્મર ધૂમાડા દેખાતા કચેરીમાં રહેલા અન્ય અરજદારોમાં પણ નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા.બનાવની જાણ થતાં જ અંકલેશ્વરના ફાયર ફાયટરોની ટીમે તાત્કાલિક ફાયર બમ્બા સાથે ઘટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.જોકે આગમાં કોઈ જાનહાનિ નહીં થતા લોકોએ રાહત અનુભવી હતી.જે બાદ અંકલેશ્વર મામલતદાર ઓફીસ રાબેતા મુજબ શરૂ થઈ હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!