google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Saturday, July 13, 2024
HomeGujaratપાનોલીની અતુલ લિમિટેડ કંપનીના ખાલી પ્લોટના ઝાડી ઝાંખરામાં આગ

પાનોલીની અતુલ લિમિટેડ કંપનીના ખાલી પ્લોટના ઝાડી ઝાંખરામાં આગ

- અગમ્ય કારણોસર આગ લાગી હોવાની જાણ થતા ફાયર ટેન્ડરો ઘટના સ્થળે દોડી આવ્યા

ભરૂચ,

અંક્લેશ્વર તાલુકાના પાનોલીની અતુલ લિમિટેડ કંપનીના ખાલી અવાવરું પ્લોટના ઝાડી ઝાંખરામાં અગમ્ય કારણોસર આગ ફાટી નીકળતા આસપાસની કંપની સંચાલકોમાં પણ નાસભાગ મચી જવા પામી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જીલ્લાના અંકલેશ્વરના પાનોલી જીઆઈડીસીની અતુલ લિમિટેડ કંપનીના ટીસ્યુ ક્લયર ડિવિઝનના વિશાળ ખુલ્લા પ્લોટમાં આવેલી અવાવરું ઝાડી ઝાંખરામાં એકાએક આગ લાગી હતી.જે આગ જોત જોતામાં વિશાળ પ્લોટમાં ઝડપ ભેર પ્રસરતા પાનોલી તેમજ અંકલેશ્વર ડીપીએમસી ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર ટેન્ડરો ઘટના સ્થળે દોડી ગયા હતા અને આગ ઉપર સતત પાણીનો છંટકાવ કરી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો.આગની ઘટનાને પગલે આસપાસની કેમિકલ કંપનીઓના સંચાલકોના જીવ તાળવે ચોંટયા હતા અને કંપનીઓએ પોતપોતાની ફાયર સેફટી સિસ્ટમને એલર્ટ કરી દીધી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!