google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, July 14, 2024
HomeGujaratજબુંસરમાં ફાયર એનઓસી વગર ચાલતા ગેસ્ટ હાઉસ,હોટલ અને એક શાળાને સીલ કરાઈ

જબુંસરમાં ફાયર એનઓસી વગર ચાલતા ગેસ્ટ હાઉસ,હોટલ અને એક શાળાને સીલ કરાઈ

- વેકેશન પૂર્ણ થતાં શાળાને સીલ વાગતાં વાલીઓમાં ચિંતામાં મુકાયા

(સંજય પટેલ,જંબુસર)

 ફાયર એનઓસી વગર ચાલતા હોટલ,ગેસ્ટ હાઉસ અને એક અંગ્રેજી મીડીયમ શાળાને જંબુસર નગર સેવા સદન દ્વારા પ્રથમ નોટિસ આપ્યા બાદ આજે સીલ કરી દેવામાં આવ્યા છે.પાલિકાની કામગીરીથી ફાયર એનઓસી વગરના વેપારીઓ અને દુકાન સંચાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

રાજકોટમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ સમગ્ર રાજ્યમાં તંત્ર દ્વારા તેમના વિસ્તારોમાં ફાયર સેફટીને અંગે પૂરજોશમાં ચેકિંગ ચાલી રહ્યું છે.જેના ભાગરૂપે ભરૂચની જંબુસર નગરપાલિકા દ્વારા નગરમાં ફાયર સેફ્ટી અંગેનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં અનેક મિલ્કતોમાં ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળ્યો હતો.જેના પગલે જંબુસર નગરપાલિકા દ્વારા બી.યુ પરમિશન અને ફાયર એનઓસી વિનાની મિલ્કતો સીલ કરવામાં આવી હતી.આ સિવાય પાલિકાએ બ્રાઈટ લાઈન ઈંગ્લિશ મીડિયમ સ્કૂલ,બસેરા ગેસ્ટ હાઉસ,સીટી ગેસ્ટ હાઉસ,વેલકમ ગેસ્ટ હાઉસ,તાજ હોટલ તેમજ કલાઉડ હોટલનમાં ફાયર એનઓસી વગર ચાલતા હોવાથી સીલ કરવામાં આવી હતી.જેના કારણે વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.હાલમાં શાળાઓમાં નવા શૈક્ષણિક ક્ષત્રનો પ્રારંભ થયો છે.ત્યારે શાળાને સીલ કરવામાં આવતા વાલીઓ ચિંતામાં મુકાયા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!