google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, July 23, 2024
HomeGujaratભરૂચ કલેકટર કચેરીમાં લાગેલી ફાયર સિસ્ટમ બંધ હાલતમાં : સિવિલ હોસ્પિટલના બેઝમેન્ટમાં...

ભરૂચ કલેકટર કચેરીમાં લાગેલી ફાયર સિસ્ટમ બંધ હાલતમાં : સિવિલ હોસ્પિટલના બેઝમેન્ટમાં રહેલા વેસ્ટને હટાવી લેવા તાકીદ

- બિલ્ડિંગમાં લાગેલી ફાયર સેફટીની લોખંડની પાઈપ કટાઈ ગયેલી અને પાણીની ટાંકી સાથે જોઈન્ટ વિનાની બિન ઉપયોગી - વિવિધ કચેરીઓમાં લાગેલ ફાયર એક્સ્ટિંગ્યુશર બોટલમાં અનેક ક્ષતિઓ હોવાની જાણ ભરૂચ પાલિકાના ફાયર ઓફિસરે કલેક્ટરને પત્ર લખી જાણ કરી - ભરૂચ પાલિકાના ફાયર વિભાગ દ્વારા અધિક કલેકટર અને સિવિલ હોસ્પિટલને ફાયર સેફટી માટે પત્ર દ્વારા સૂચન કરાયા

ભરૂચ,
ભરૂચ જીલ્લાની ઘણી સરકારી કચેરીઓમાં ફાયર એક્સ્ટિંગ્યુશર બોટલ એક્સપાઈરી ડેટ વગરના અને એનઓસી વિનાની હોવાની ફરિયાદો ઉઠી છે.જેમાં ભરૂચ કલેકટર કચેરીમાં લાગેલ ફાયર સિસ્ટમ બંધ હાલતમાં અને સાધનો બિન ઉપયોગી હોવાનું સામે આવ્યું છે.ઈમરજન્સી દરમ્યાનમાં પાણી સપ્લાય માટેનો ફાયર સિસ્ટમનો લોખંડનો પાઈપ કટાયેલી અવસ્થામાં અને પાણીની ટાંકી સાથે જોઈન્ટ વિનાનો જોવા મળતા કલેકટર કચેરીના વિવિધ વિભાગોમાં લાગેલ ફાયર એક્સ્ટિંગ્યુશર બોટલમાં અનેક ક્ષતિઓ હોવાની જાણ ભરૂચ પાલિકાના ફાયર ઓફિસરે અધિક કલેક્ટરને પત્ર લખી જાણ કરવામાં આવી છે.તો બીજી બાજુ સિવિલ હોસ્પિટલમાં પણ ચેકીંગ હાથ ધરવામાં આવતા બેઝમેન્ટમાં રહેલા વેસ્ટને હટાવી લેવા અને ફાયર સિસ્ટમ ચાલુ રાખવા લેખિતમાં જાણ કરાઈ હતી.
રાજકોટ ગેમિંગ ઝોન દુર્ધટનાને પગલે સરકારી તમામ તંત્ર હરકતમાં આવ્યું છે અને ચેકિંગના દૌર શરૂ કરવામાં આવ્યા છે.જેમાં ગેમઝોન, હોસ્પિટલ,કોમર્શીયલ બિલ્ડીંગો,ટ્યુશન ક્લાસીસ સહિત વિવિધ સ્થળોએ ફાયર સેફટી અને ફાયર એનઓસીની ચકાસણી કરવામાં આવી રહી છે.જેના પગલે ભરૂચ જીલ્લામાં ધણી સરકારી કચેરીઓમાં ફાયર એક્સ્ટિંગ્યુશર બોટલ એક્સપાઈરી ડેટ વગરના હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી.ધણી કચેરીઓમાં ફાયર એક્સ્ટિંગ્યુશર બોટલ રીન્યુ કરવાના બદલે માત્ર કેચપેનથી તારીખ મારી દેવામાં આવે છે.જે ઈમરજન્સીમાં ઘણી વખત બિનઉપયોગી બનતા હોય છે.ભરૂચ જીલ્લાની સૌથી મોટી કલેકટર કચેરીમાં પ્રતિદિન સતત અરજદારોની અવરજવર રહેતી હોય છે અને જીલ્લાભરના અરજદારો જનસેવા કેન્દ્ર,પુરવઠા વિભાગ,એસડીએમ,એક્સ્ટ્રા ચીટનીશ,ભૂસ્તર વિભાગ સહિત વિવિધ વિભાગો કાર્યરત છે અને આ બિલ્ડિંગમાં લગાડવામાં આવેલા ફાયર સિસ્ટમ અને ફાયરના સાધનો બિન ઉપયોગી બની ગયા છે.કલેકટર કચેરી બિલ્ડિંગના ધાબા ઉપર ચકાસણી કરવામાં આવતા ફાયર સેફટી માટે લગાડવામાં આવેલા લોખંડના પાઈપો પણ કટાઈ ગયેલી હાલતમાં જોવા મળી આવ્યા છે તો બીજી બાજુ ઠેક ઠેકાણેથી તૂટી ગયેલા પણ જોવા મળ્યા હતા,તદ્દઉપરાંત ફાયર સેફટીની લોખંડની પાઈપ લાઈન પણ પાણીની ટાંકી સાથે આપેલ નથી અને જોઈન્ટ વિનાના હોવાથી આગ જેવી દુર્ઘટના ઘટે તો કલેકટર કચેરીમાં લાગેલા ઈમરજન્સી ફાયર સેફટીના સાધનો ઉપયોગમાં ન લઈ શકાય અને કામ લાગી શકે તેમ ન હોવાના કારણે સમગ્ર ફાયર સેફટીના નિરીક્ષણ માટે ભરૂચ નગર પાલિકાના ફાયર ઓફિસર ચિરાગદાન ગઢવી દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું

ભરૂચ નગર પાલિકાના ફાયર ઓફિસર ચિરાગદાન ગઢવીએ જણાવ્યું હતું કે ભરૂચ અધિક કલેક્ટરને લેખિતમાં જાણ કરવામાં આવી છે કે કલેકટર કચેરીમાં ફાયર સેફટી માટેની સિસ્ટમ નું ચેકીંગ હાથ ધરતા તેમાં પાઈપ લીકેજ તેમજ હાઈડ્રન્ટ હોજરીલના પોઈન્ટમાં ક્ષતિ જણાય છે જેને તાકીદે સુધારવા માટે સિસ્ટમ ને ચાલુ રાખવા યોગ્ય કાર્યવાહી કરવી.તેવીજ રીતે સતત દર્દીઓ થી વ્યસ્ત રહેતી ભરૂચ સિવિલ હોસ્પિટલમાં પણ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં બેઝમેન્ટર માં રાખેલ સમાન ને તાકીદે ત્યાંથી હટાવી લેવા તેમજ કોઈપણ વેસ્ટ કે સમાન રાખવો નહિ,આઈસીયુ અને એનઆઈસીયુમાં ઈમરજન્સી ફાયર એક્ઝિટની વ્યવસ્થા કરવી,ફાયર સિસ્ટમ ચાલુ હાલતમાં રાખવી,ઈમરજન્સી ફાયર એક્ઝિટમાં કઈ અડચણ ન બને તેની કાળજી રાખવી તેમજ ઇમરજન્સી ઈન્ટરકોમ મોબાઈલ ફોનની વ્યવસ્થા કરવા માટે સિવિલ હોસ્પીટલ ની એડમીન ઓફિસને પત્ર લખી જાણ કરવામાં આવી હતી.
ભરૂચ જીલ્લા કલેકટર કચેરી તેમજ અન્ય સરકારી કચેરીમાં લાગેલી ફાયર સિસ્ટમ અને ફાયર એક્સ્ટિંગ્યુશર બોટલ પણ રીન્યુ ન કરવામાં આવતા લાગતા વળગતા અધિકારીઓની નિષ્ક્રિયતા સામે જીલ્લા કલેકટર શું પગલાં ભરશે તેવા સવાલો ઉભા થવા સાથે કલેકટર કચેરીમાં કોઈ આગની દુર્ઘટના ઘટે અને મોટી જાનહાની થાય તો તેનો જવાબદાર કોણ?
તો બીજી તરફ ભરૂચ જીલ્લા કલેકટર કચેરીમાં કોઈપણ અરજદારે વ્યવસાય અર્થે લાયસન્સ મેળવવું હોય તો પૂરતા દસ્તાવેજમાં ફાયર એનઓસી અથવા તો ફાયર એક્સ્ટિંગ્યુશર બોટલ છે તેની લેખિતમાં માંગણી કરતા હોય છે.પરંતુ હવે તો ભરૂચ કલેટકર કચેરી જ ફાયર એનઓસી વિનાની છે તો કલેકટર કચેરીને સીલ કરવામાં આવશે ખરી તેવા સવાલો લોકોમાં ચર્ચાસ્પદ બનવા સાથે કલેકટર કચેરી ફાયર એનઓસી વિનાની હોય અને અન્યને સલાહ આપવી કેટલી યોગ્ય છે તેવા અનેક સવાલો ચર્ચાઈ રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!