google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, July 14, 2024
HomeGujaratનેત્રંગની રેફરલ હોસ્પિટલમા ફાયર સિસ્ટમ પરંતુ તેના ઉપયોગ માટે કર્મચારીઓને કોઈ ટ્રેનિંગ...

નેત્રંગની રેફરલ હોસ્પિટલમા ફાયર સિસ્ટમ પરંતુ તેના ઉપયોગ માટે કર્મચારીઓને કોઈ ટ્રેનિંગ નહિ?

- સરકારી તંત્ર માંજ લાલીયાવાડી ચાલતી હોય તો બીજાની શુ વાત કરવાની - હોસ્પિટલમા ફાયર સિસ્ટમ તો લાગી પરંતુ કર્મચારીઓને અપાતકાલિન સમયે તેના ઉપયોગ આગે હજી સુધી કોઈ ટ્રેનિંગ આપવામા આવી નથી

વિજય વસાવા,નેત્રંગ)

રાજકોટમા બનેલી ગોઝારી આગની ધટના બાદ સરકારી તંત્ર એકદમ જાણે હરકતમા આવી ગયુ છે. તેવા સંજોગોમા સરકારી તંત્રમા ચાલતી લાલીયાવાડી પણ જોવા મળી રહી છે.

નેત્રંગ નગર ખાતે સરકાર માબાપ થકી તાલુકાની ગરીબ જનતાના જનઆરોગ્યની સુખાકારી માટે વર્ષ ૨૦૧૪-૧૫ મા રેફરલ હોસ્પિટલ બનાવવામા આવી છે.જેમા પણ પ્રથમ દિવસથી જ મુખ્ય અધિક્ષકની જગ્યા આજની તારીખમા ખાલીને ખાલી જ છે. લાખો રૂપિયાની લાગતથી બનાવવામા આવેલ આ હોસ્પિટલ મા અપુરતો સ્ટાફથી લઈને અનેક જાતની અપુરતી સુવિધાઓ છે.તેવા સંજોગોમા તંત્રએ બનાવેલ નીતી નિયમોના કારણે છેલ્લા કેટલાક વખત થી હોસ્પિટલ ખાતે ફાયર સિસ્ટમ લગાવવામા આવી છે.જેની તમામ પ્રકાર ની કામગીરી પૂર્ણ થઈ ગઈ હોવા છતા પણ આજની તારીખમા હોસ્પિટલમા ફરજ બજાવતા કર્મચારીઓને આપાતકાલિન સમયે આ ફાયર સિસ્ટમનો ઉપયોગ કેવી રીતે કરવા બાબતે કોઈ પણ જાતની ટેનિગ કે ડેમો બતાવવામા આવ્યો નથી. જેને લઈને હોસ્પિટલ ખાતે આજની તારીખમા કોઈ અગમ્ય કારણોસર આગ લાગેતો તેનો ઉપયોગ કરી બચાવ કામગીરી કેવી રીતે કરવી તેની જાણકારીજ નથી.લાખો રૂપિયા ખર્ચ કર્યાનો મતલબ રહેતો નથી.

નેત્રંગની રેફરલ હોસ્પિટલ ખાતે ફાયર સિસ્ટમ હોવા છતા આજની તારીખે રાજકોટ જેવી આગની ધટના કદાચ બનેતો જવાબદાર કોણ?તેવુ પ્રજામા ચર્ચાઈ રહ્યુ છે.આ બાબતને જીલ્લા કલેક્ટર દયાન પર લઈને યોગ્ય કાર્યવાહી કરશે ખરા?

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!