અંકલેશ્વર,
ભરૂચના હાંસોટ પોલીસ મથકમાં ચૂંટણીની આચારસંહિતાના પગલે બંદૂક જમા કરાવવા આવેલ બે ખેડૂતો ગોળી કાઢવા જતાં ફાયરિંગ થતાં બંનેને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના હાંસોટ પોલીસ મથકમાં ચૂંટણીની આચારસહિતાના પગલે બંદૂક જમા કરાવવા આવેલ બે ખેડૂતો ગોળી કાઢવા જતાં ફાયરિંગ થતાં બંનેને ઈજાઓ પહોંચી હતી.ચૂંટણી પંચે ૧૬ મી માર્ચના રોજ લોક સભા અને વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી હતી.ચૂંટણીની જાહેરાત થતાં જ સમગ્ર દેશમાં આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે.ત્યારે ગુજરાત સહિત ભરુચ જીલ્લામાં પરવાના ધરાવનાર હથિયારો જેતે પોલીસ મથકમાં જમા કરાવવાનું હોય છે.ત્યારે હાંસોટ ખાતે રહેતા અને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલ કલ્પેશ શેઠ અને દેવેન્દ્ર પટેલ હાંસોટ પોલીસ મથકે પોતાના હથિયારો જમા કરાવવા ગયા હતા તે દરમ્યાન બંદુક માંથી ગોળી કાઢવા જતાં જ અચાનક ફાયરિંગ થઈ ગયું હતું.જે ઘટનામાં બંને ખેડૂતોને ગોળી વાગતાં ઈજાગ્રસ્ત થયા હતા જેથી તાત્કાલિક ઈજાગ્રસ્તોને સારવાર માટે પ્રથમ હાંસોટની કાકાબા હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે સુરત ખાતે ખસેડવામાં આવ્યા હતા.ઘટનાને પગલે હાંસોટ પોલીસે વધુ તપાસ હાથધરી છે.
હાંસોટ પોલીસ સ્ટેશનમાં બંદૂક જમા કરાવતા વેળા ફાયરિંગની ઘટના
- બંદુક માંથી ગોળી કાઢવા જતાં જ અચાનક ફાયરિંગ થતાં બે લોકોને ગોળી વાગતા ઈજાગ્રસ્ત