google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, July 23, 2024
HomeCrimeનવા કાયદા મુજબ પ્રથમ ગુનો દાખલ : કતલ કરવાના ઈરાદે લઈ જવામાં...

નવા કાયદા મુજબ પ્રથમ ગુનો દાખલ : કતલ કરવાના ઈરાદે લઈ જવામાં આવતા ૧૪ પશુ ભરેલી ટ્રક સાથે ૪ લોકો સામે ભરૂચ પોલીસે ગુનો નોંધ્યો

ભરૂચ,
ભરૂચ જીલ્લામાં તાલુકા પોલીસે કતલ કરવાના ઈરાદે પશુ ભરેલ ટ્રક લઈ જવાતી હોવાની બાતમીના આધારે ટ્રકને ઝડપી પાડી ૭,૨૦,૦૦૦ નો મુદ્દમાલ ઝડપી પાડી મૂંગા પશુઓને મુક્ત કરાવી ચાલક અને ક્લીનરની અટકાયત કરી મોકલનાર અને મંગાવનાર સામે નવા કાયદા મુજબ ફરિયાદ દાખલ કરી કાર્યવાહી હાથધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર ભરૂચ પોલીસને બાતમી મળી હતી કે નવા એક્સપ્રેસ હાઈવેથી ટ્રક નંબર જીજે ૨૪ એક્સ ૭૮૭૨ દહેગામ ચોકડી પાસેથી ટોકનાકા પાસેથી પસાર થવાની છે અને તેમાં કતલ કરવાના ઈરાદે મૂંગા પશુઓ લઈ જવાઈ છે જે બાતમીના આધારે પોલીસે નવા એક્સપ્રેસ હાઈવે ઉપર વોચ ગોઠવી બાતમી વાળી ટ્રક આવતા તેને રોકી ટ્રકમાં શું ભરેલ છે તે ચાલાક અને ક્લીનરને પૂછતાં સંતોષકારક જવાબ ના આપતા ટ્રકના પાછળના પાટીયા તથા ઉપરની તાડપત્રી ખોલી તેમાં ચેક કરતાં ખીચોખીચ ટૂંકા દોરડા બાંધી રાખેલ ભેંસો અને પાડો મળી આવ્યા હતા.જેના પગલે ચાલકનું નામ થામ પુછતા પાટણ જીલ્લાના સિધ્ધપુર તાલુકાના ખડીયાસણનો ૩૯ વર્ષીય તાહિર હનીફ મન્સૂરી તથા ૩૯ વર્ષીય ક્લીનર અલ્તાફખાન અબ્બાસખાન સિપાઈ હોવાની ઓળખ આપતા તેમના કબ્જામાં રહેલા મૂંગા કતલ કરવાના ઈરાદે લઈ જવાતા ભેંસો અને પાડો મળી ૧૪ પશુઓનો કબ્જો મેળવી પોલીસે કુલ ૨.૨૦ લાખના પશુ તથા ૫ લાખની ટ્રક મળી ૭.૨૦ લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો અને ઝડપાયેલા પશુઓને પાંજરાપોળ ખાતે મુકવામાં આવ્યા હતા.
મૂંગા પશુઓ કતલ કરવાના ઈરાદે કોને પહોંચાડવાના હતા તેની પૂછપરછ કરતાં ઝડપાયેલા આરોપીએ આણંદ જીલ્લાના સમરખા ગામના અજરભાઈએ ભરી આપ્યા હતા અને ભરૂચના રહેવાસી મુનાફભાઈને પહોંચાડવાના હોવાની કબૂલાત કરતાં પોલીસે બંને ઈસમોને વોન્ટેડ જાહેર કરી ઝડપાયેલા ઈસમો સામે ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૫૪ તથા પશુ ધાતકીપણાનો કાયદો ૧૯૬૦ ની કલમ તથા ગુજરાત આવશ્યક ચીજ વસ્તુ અને ઢોર નિયંત્રણ અધિનિયમ ૨૦૦૫ ની કલમ,મોટર વ્હીકલ એકટની કલમ તથા જીપી એકટની કલમ હેઠળ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરુ કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!