(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
આજના ટેક્નોલોજીના યુગમાં આંગળીના ટેરવે બનતા અપરાધ એટલે સાયબર ક્રાઈમ… મોબાઈલ, કોમ્પ્યુટર, ટેબલેટ, લેપટોપ દ્વારા ઈન્ટરનેટના માધ્યમથી કાયદા-કાનુનનો ભંગ કરીને થતી છેતરપીંડી અને અપરાધના કિસ્સાઓ વધતા જતાં હોઈ તેની સામે રક્ષણ આપવા માટે ગુજરાત પોલીસ સાયબર ક્રાઈમ હવે સજ્જ થયુ છે.ગુજરાત રાજ્યના પ્રત્યેક નાગરિકને “સાયબર ક્રાઈમ સુરક્ષા” આપવા માટે દેશમાં સૌ પ્રથમ ગુજરાત પોલીસ સાયબર સુરક્ષાના અત્યાધુનિક કંટ્રોલરૂમના માધ્યમથી સૌને મદદરૂપ થવા નર્મદા જિલ્લામાં સૌ પ્રથમ વાર રાજપીપલા ખાતે સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેની ઉપસ્થિતિ માં રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા ઈ – લોકાર્પણ કરાયું હતું.
આ પ્રસંગે જિલ્લા પોલીસવડા પ્રશાંત સુંબેએ આ અંગે સાઈબર ક્રાઈમના ગુનાઓથી બચવા રાજપીપલા ક્રાઈમ પોલીસ સ્ટેશન કેવી રીતે મદદરૂપ થઈ શકે તે અંગેનું માર્ગદર્શન અને પોલીસ સ્ટાફને પણ માર્ગદર્શન આપ્યું હતું.પોલીસ વડાએ વધુ માં જણાવ્યું હતું કે મોબાઇલ, કોમ્પ્યુટર, લેપટોપ, ટેબલેટ દ્વારા ઇન્ટરનેટના માધ્યમ વડે કોઈપણ પ્રકારની લાલચ, છેતરપીંડી, ધાક-ધમકી, નાણાકીય ફ્રોડ, અપમાનજનક ભાષાનો પ્રયોગ, પાસવર્ડ કે અન્ય ડિજિટલ ડેટાની ચોરી કરવી જેવા ગુના એટલે સાયબર ક્રાઈમ.
આ પ્રસંગે જિલ્લા પોલીસવડા પ્રશાંત સુબે તથા ટાઉનનાયબ પોલીસ વડા તેમજ નાયબ પોલીસ વડા પી આર પટેલ, ટાઉન પીઆઈ આર જી ચૌધરી, એલસી બી પીઆઈ જે બી ખભાલા તથા નર્મદા પોલીસના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રાજપીપળા મહિલા પોલીસ સ્ટેશન ખાતે આજથી નર્મદા જિલ્લાનું સૌપ્રથમ રાજપીપળા ક્રાઈમ પોલીસ સ્ટેશન નો શુભારંભ થયો હતો.જિલ્લા પોલીસવડા પ્રશાંત સુબે જણાવ્યું હતું કે આજકાલ સાયબર ક્રાઇમના ગુનાઓ વધી રહ્યા છે અને જેનો ભોગ સામાન્ય જનતા બનતી હોય છે ત્યારે.નાના જિલ્લાની જનતાના લાભાર્થે રાજપીપળા ખાતે પણ રાજપીપળા ક્રાઈમ પોલીસ સ્ટેશન શરૂ કરવામાં આવેલ છે.હું જિલ્લાની જનતાને આહવન કરવા માગું છું કે કોઈપણ સાયબર ક્રાઇમમાં આપફસાસો નહીં.આપને સાયબર ક્રાઇમના ગુનાઓ અંગે કોઈ પણ પોલીસની મદદની જરૂર હોય તો આપ રાજપીપળા ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં આવી શકો છો.અહીંયા સાયબર ક્રાઈમના ગુના ને લગતી ફરિયાદ નોંધાશે અને તેની તપાસ થશે.
નવા વર્ષના પ્રથમ સપ્તાહમાં એ અનુસંધાનમાં સાયબર ક્રાઈમ કેમપેઇન પણ શરૂ કરવામાં આવી રહ્યું છે.આ જાગૃતિના ભાગરૂપે અમે સાઈબર ક્રાઈમ હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવી છે.૧૯૩૦ નંબર પર ફોન કરીને કોઈપણ સાયબર ક્રાઈમને લગતો ફ્રોડ કેસ જણાય તો આ હેલ્પલાઈનનો તમે ઉપયોગ કરી શકો છો.