google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, September 16, 2024
HomeGujaratભાડભૂત બેરેજની ફીશીંગ ગ્રાઉન્ડ અને બ્રિડીંગ ગ્રાઉન્ડની કામગીરી બંધ કરવા માછીમારોએ ચીમકી...

ભાડભૂત બેરેજની ફીશીંગ ગ્રાઉન્ડ અને બ્રિડીંગ ગ્રાઉન્ડની કામગીરી બંધ કરવા માછીમારોએ ચીમકી આપી

- આ બાબતે માછીમારોએ વારંવાર રજૂઆત કરી હતી - ભાડભૂત બેરેજના ચાલી રહેલા કામને લીધે માછીમારોને રોજગારીનું મોટું નુક્શાન થઈ રહેલું

ભરૂચ,
સમસ્ત ભરૂચ જીલ્લા માછીમાર સમાજના આગેવાનોએ ભાડભૂત બેરેજ યોજના ખાતે પહોંચી કલ્પસર વિભાગના અધિકારીઓને રજૂઆત કરી હતી. જેમાં ભાડભૂત બેરેજના અસરગ્રસ્ત પરંપરાગત માછીમાર પરિવારોની રોજગારી માટેની આલીયાબેટની જમીનની ફાળવણીની દરખાસ્ત મંજૂર કરાઈ હતી. તેમ છતાંય આ જમીન ઉદ્યોગ કારોને આપી દેવામાં આવતા માછીમાર સમાજમાં પુનઃ આક્રોશ ફેલાઈ ગયો છે.જેથી ભાડભૂત બેરેજનું નર્મદા નદીના પટમાં આવેલા માછીમારોના ફીશીંગ ગ્રાઉન્ડ અને બ્રિડીંગ ગ્રાઉન્ડ પર ચાલી રહેલું બેરેજનું કામ બંધ કરવાની ચીમકી માછીમારી સમાજે ઉચ્ચારી છે.
ભાડભૂત ગામ નજીક નર્મદા નદીના પટમાં અંદાજીત 5000 કરોડના ખર્ચે ભાડભૂત બેરેજ યોજનાનું કામ ચાલી રહેલું છે.આ યોજનાથી ભરૂચ જીલ્લાના સ્થાનિક પરંપરાગત માછીમારોની રોજગારી છીનવાઈ જવાના કારણે માછીમારોએ આ યોજના સામે પોતાનો વિરોધ નોંધાવતાં આવેલા છે અને સરકારને શાહી થી લખેલા અસંખ્ય આવેદનપત્રોની સાથે લોહીથી લખેલા અને ચાંદીનું આવેદનપત્ર આપીને પોતાની રજૂઆતો સરકાર સમક્ષ મુકેલી છે.માછીમારોના વિરોધ અને વારંવારની લેખિત,મૌખિક રજૂઆતોને પગલે નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા ભાડભૂત બેરેજના અસરગ્રસ્ત પરિવારોની રોજગારી માટે આલીયાબેટની સરકારી ખારખરાબાની જમીન એકવાકલ્ચર (પરંપરાગત રીતથી ઝીંગા ઉછેર) હેતુ માટે સામૂહિક ધોરણે ફાળવી આવવા માટે વર્ષ-2019 માં સરકારમાં દરખાસ્ત મુકવામાં આવેલી હતી.જેથી સ્થાનિક માછીમાર પરિવારોએ ભાડભૂત બેરેજ યોજનાનો વિરોધ કરવાનું મુલ્તવી રાખ્યું હતું.આ મામલે માછીમારોની જમીન માંગણીની દરખાસ્ત મંજૂર કરવામાં થઈ રહેલા વિલંબ બાબતે સમાજના પ્રતિનિધિઓ તરફથી વર્ષ- 2019 થી અવાર-નવાર સચિવાલય ગાંધીનગર મુકામે સચિવઓ,મંત્રીઓ અને મુખ્યમંત્રીની રૂબરૂ મુલાકાત લઈને ઘણી લેખિત તથા મૌખિક રજૂઆતો કરી હતી.તેમ છતાંય કોઈ કામગીરી નહિ કરાઈ હતી.પરતું સરકાર દ્વારા સીમની રીસર્વે થયેલી સર્વે જમીનને મોજે- તપોર, તા. હાંસોટની સીમની બિનનંબરી જમીન બતાવીને તથા જુની ફાઈલ માંથી નકશા બદલી લઈને ખોટા નક્શા અને ખોટી કાર્યવાહીને આધારે ભરૂચ જીલ્લા બહારની કચ્છ-ગાંધીધામની એશિયન સોલ્ટ પ્રા.લી.કંપની તથા નિરવાન સોલ્ટ પ્રા.લી.કંપનીની જમીન માંગણીની ફાઈલો ડિસેમ્બર 2023 માં રી-ઓપન કરીને માત્ર છ મહિનાના ટુંકા ગાળામાં આ બે કંપનીને 5547. 00 એકર (22.43 ચો.ડીલોમીટર) જમીનની ફાળવણીની અરજી મંજૂર કરવાની અસમાનતારૂપી અને અન્યાથી કાર્યવાહી થઇ રહેલી છે.
સરકારે બીજી તરફ એજ જમીન હજારો સ્થાનિક અસરગ્રસ્ત માછીમારોને છોડીને એક-બે કંપનીઓને ફાળવણીની કરવા ચાલી રહેલી કાર્યવાહીથી ભાડભૂત બેરેજના હજારો સ્થાનિક માછીમાર પરિવારો માટે દગો અને ગદ્દારી કરીને માછીમાર પરિવારો માટે ભાડભૂત બેરેજ યોજનાનો વિરોધ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ છોડેલો નથી.જેથી આજે રોજ ભાડભૂત બેરેજ સાઈડ પર માછીમારોએ ભેગા મળીને વિરોધ પ્રદર્શન શરૂ કરીને ભાડભૂત બેરેજના ચાલી રહેલા કામને લીધે માછીમારોને રોજગારીનું મોટું નુક્શાન થઈ રહેલું છે,તેને અટકાવવા માટે ભાડભૂત બેરેજના કોન્ટ્રાક્ટરને નર્મદા નદીના પટમાં માછીમારોના ફીશીંગ ગ્રાઉન્ડ અને માછલીઓના બ્રિડીંગ ગ્રાઉન્ડ પર ભાડભૂત બેરેજનું કામ તાત્કાલીક ધોરણે અટકાવી કામ બંધ કરી દેવાની ચીમકી ઉચ્ચારી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!