google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, July 14, 2024
HomeGujaratજંબુસર નગર ખાતે જીલ્લા પોલીસવડાની રાહબરી હેઠળ ફ્લેગ માર્ચ તથા ફૂટ પેટ્રોલિંગ...

જંબુસર નગર ખાતે જીલ્લા પોલીસવડાની રાહબરી હેઠળ ફ્લેગ માર્ચ તથા ફૂટ પેટ્રોલિંગ યોજયું

(સંજય પટેલ,જંબુસર)
જંબુસર નગર ખાતે જીલ્લા પોલીસવડાની રાહબરી હેઠળ ફ્લેગ માર્ચ તથા ફૂટ પેટ્રોલિંગ યોજાયું હતું.રામ નવમી પર્વની જંબુસર નગરમાં શાંતિપૂર્ણ માહોલમાં એકતા અને ભાઈચારાથી ઉજવણી થાય તેમજ આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી યોજાનાર હોય જીલ્લા પોલીસવડા મયુર ચાવડાની રાહબરી હેઠળ જંબુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુટ પેટ્રોલિંગ તથા ફ્લેગ માર્ચનું આયોજન કરવામા આવ્યુ હતુ.જીલ્લા પોલીસવડા મયુર ચાવડા ડેપો પોલીસ ચોકી પાસે આવી પહોંચ્યા હતા.જ્યાંથી તેઓની રાહબરી હેઠળ ફ્લેગમાર્ચ નીકળી હતી.આ ફ્લેગમાર્ચ નગીના મસ્જિદ, માયના લીમડા થઈ પોલીસ સ્ટેશન ખાતે આવી પહોંચી હતી.ત્યાર બાદ કોટબાણા પોલીસ સ્ટેશનથી જીલ્લા પોલીસવડા મયુર ચાવડાની આગેવાનીમાં યોજાયેલ કૂટપેટ્રોલિંગ નગરના ઉપલીવાટ,ગણેશ ચોક,લીલોતરી બજાર,સોની ચકલા, મુખ્ય બજાર થઈ પરત કોટ બારણા ખાતે આવી પહોંચતા તેનુ સમાપન કરાવ્યું હતું.ફુટ પેટ્રોલિંગ તથા ફ્લેગ માર્ચમાં પોલીસ ઈન્સ્પેક્ટર એ વી પાણમીયા, સર્કલ પોલીસ ઈન્સ્પેક્ટર કે એમ વાઘેલા,જંબુસર, આમોદ, વાગરા, પીએસઆઈ સહિત પોલીસ જવાનો, એલસીબી, વુમન પોલીસ, હોમગાર્ડ, જીઆરડી જવાનો હાજર રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!