google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, September 9, 2024
HomeGujaratઆંગણવાડી કેન્દ્રના રસોઈ ઘરમાં તૈયાર થઈ રહેલા ભોજન,સ્ટોર રૂમના અનાજના જથ્થા અને...

આંગણવાડી કેન્દ્રના રસોઈ ઘરમાં તૈયાર થઈ રહેલા ભોજન,સ્ટોર રૂમના અનાજના જથ્થા અને સ્વચ્છતાની ચકાસણી કરાઈ

- ગરૂડેશ્વર અને નાંદોદ તાલુકાના ગામોની આંગણવાડીનું નિરિક્ષણ કરી સરકારની યોજનાઓની થઈ રહેલી અમલવારીનું કર્યું નિરીક્ષણ

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
નર્મદા જિલ્લાની બે દિવસીય મુલાકાતે પધારેલા ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા, મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ભાનુબેન બાબરિયા પ્રથમ દિવસે સવારે ગરૂડેશ્વર તાલુકાની સમારિયા અને નાંદોદ તાલુકાની તરોપા ગામની આંગણવાડીની મુલાકાતે પહોંચ્યા હતા.
એકતાનગર વીવીઆઈપી સર્કિટ હાઉસથી મંત્રી ભાનુબેન બાબરિયા ગરૂડેશ્વરના સમારિયા ગામે આંગણવાડીમાં પહોંચી બાળકો સાથે હળવાશથી તેમની રોજિંદી પ્રવૃતિઓ તેમજ આંગણવાડી કેન્દ્રમાં આપવામાં આવતા નાસ્તા-શિક્ષણ અંગે પૃચ્છા કરી હતી. ત્યારબાદ કિશોરીઓ, સગર્ભા અને ધાત્રી માતાઓ સાથે ચર્ચા કરી તેમને આંગણવાડીમાંથી આપવામાં આવતા એક સમયના ભોજનની ગુણવત્તા, નિયમિતતા અને કિશોરીઓને અપાતું ટેક હોમ રાશન(THR) નિયમિત મળે છે કે કેમ, આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા તેમની લેવાતી કાળજી, ટી.એચ.આર.થી તેમના જીવનમાં આવેલા બદલાવ અંગે જાણકારી મેળવી હતી. આંગણવાડી કેન્દ્રના રસોઈ ઘરમાં તૈયાર થઈ રહેલા ભોજન, સ્ટોર રૂમમાં મૂકેલા અનાજના જથ્થા અને અનાજની સ્વચ્છતાની ચકાસણી કરી હતી.
મંત્રી ભાનુબેન બાદમાં નાંદોદ તાલુકાના તરોપા ગામની આંગણવાડી ખાતે મુલાકાત અર્થે પહોંચ્યા હતા. આ દરમિયાન આંગણવાડીની સ્વચ્છતા, બાળકોને આપવામાં આવતો નાસ્તો, ગામની લાભાર્થી મહિલાઓને આપવામાં આવતું બપોરનું ભોજન ચકાસી જાતે પણ આ ભોજનની ગુણવત્તા તપાસી હતી. આંગણવાડીમાં બાળકોની બેઠક વ્યવસ્થા તેમજ ક્રિડાંગણ નિહાળીને મંત્રીએ અત્યંત ખુશી વ્યક્ત કરી આંગણવાડીના બાળકો સાથે સમય વિતાવ્યો હતો. સરકારની યોજનાઓની સૂપેરે થઈ રહેલી અમલવારી નજરે નિહાળી મંત્રીએ ખૂશીની લાગણી વ્યક્ત કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!