(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
સાગબારા તાલુકાના દેવમોગરા ખાતે આદિવાસીઓની કુળદેવી પાંડોરી માતા (યાહમોગી) ના મંદિરે મહાશિવરાત્રીએ ભવ્યમેળો ભરાય છે.૮ થી ૧૨મી માર્ચ સુધી આ મેળો ભરાવાનો છે.
મહાશિવરાત્રીએ આદિવાસીઓની કુળદેવી દેવમોગરા મેળોનો આવતીકાલથી પાંચ દિવસ નો ભાતીગળ મેળો ભરાશે.આ મેળામાં આદિવાસી સંસ્કૃતિના અનોખા દર્શન થાય છે.ગુજરાતનું એક માત્ર નેપાળી શૈલીનું આ મન્દિર છે,જ્યા મહાશિવરાત્રીએ શિવની નહિ પરંતુ શકિતની પૂજા થાય છે.
અહીં ત્રણ રાજ્યો ગુજરાત, મહારાષ્ટ્ર્ર, મધ્યપ્રદેશના લાખો શ્રદ્ધાળુંઓ ઉમટશે.આદિવાસીઓ ખેતીનો પહેલો પાક, નારિયેળ ચૂંદડી, પહેલીધારનો દેશી દારૂ પ્રસાદ તરીકે ધરાવાય છે.દરેકની બાધા આખડી માનતા પુરી થાય છે.
આ ધાર્મિક સ્થળ માટે એમ કહેવાય છે કે પાંડવો અજ્ઞાતવાસ દરમ્યાન આ સ્થળે આવીને વસ્યા હતા.નેપાળના પશુપતિનાથ શૈલીનું એક માત્ર મંદિર દેવમોગરાખાતે આવેલ છે.
લાખોની સંખ્યામાં આદિવાસીઓ પોતાની બાધા આખડી માનતા પૂરી કરવા આવે છે. પરંપરાગત વસ્ત્રો પરિધાન કરીને સ્ત્રીઓ આ ગવી શૈલીના અલંકારો સજીધજીને આદિવાસી સંસ્કૃતિને જીવંત કરે છે. અહી શ્રધ્ધાળુઓ પૂજાપામાં ધનધાન્ય મદીરા તેમજ પશુ પક્ષીઓ ચઢાવે છે.આદિવાસીઓની બાધા માનવા કાપડના ટુકડાથી ટોપલી બાંધીને શ્રધ્ધા પૂર્વક માથે મૂકીને કલાકો સુધી લાઈનમાં ઉભા રહીને દર્શન કરીનેધન્યતા અનુભવી હતી.દેવમોગરા મંદિરે પહેલી ધારનો દેશી દારુ ચઢાવવાનો અનોખો રિવાજ પણ છે આદિંવાસીઓ બોટલમા પહેલી ધારનો દેશી દારુ પાંડોરી માતાને નૈવૈધ તરીકે ધરાવે છે.