(વિજય વસાવા,નેત્રંગ)
નેત્રંગ ખાતે આવેલી સરકારી વિનિયન એન્ડ કોમર્સ કોલેજમાં પહેલી ફેબ્રુઆરીના રોજ યોજાયેલા સેમિનારમાં ડૉ.જસવંત રાઠોડનો બેજ તૂટી જતાં એક મહિલા સહાયક પાસે તેને મદદ માંગતા મહિલા સહાયકે તેની મદદ કરી હતી.જે દરમ્યાન કોલેજના લાયબ્રેરીયન ડો.અજીત પ્રજાપતિએ મહિલાના ફોટા પાડતા મહિલા સહાયક આ હરકત થી નારજ થયા હતા. મહિલા કારકુને આ અંગે ૫/૨/૨૦૨૪ના રોજ કોલેજના આચાર્યને લેખિત ફરિયાદ કરતા આચાર્યએ ‘આ કોલેજનો અંદરનો મામલો છે.આ બાબતે ન્યાય માટે પ્રયત્ન કરીશું’ તેમ કહેતા મહિલાએ આ અંગે ફરિયાદ કરવાનું ટાળ્યું હતું.
જો કે આ બનાવને ૪૨ દિવસનો સમય થવા છતાં પણ કોલેજ તંત્ર તરફથી કોઈ ન્યાય ન મળતાં નેત્રંગ કોલેજનો માહોલ ગરમાયો હતો.મહિલા સહાયકને ન્યાય મળે તે માટે કોલેજના વિદ્યાર્થીઓ આગળ આવતા કેમ્પસમા ગરમાગરમી માહોલ ઉભો થયો હતો.જે અંગેની જાણ ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રિતેશ વસાવાને થતા તેઓ તાત્કાલિક નેત્રંગ કોલેજ પર દોડી આવ્યા હતા.જે બાદ લાઈબ્રેરિયને ફોટો પાડ્યો હોવાનું કબુલાત કરી માફીનામુ લખી આપ્યું હતું.વધુમાં અન્ય વોદ્યાર્થીઓના પ્રશ્નો પણ સામે આવ્યા હતા.અગાઉ એક પ્રોફેસર દ્વારા વિધાર્થીનીને રૂમમાં બોલાવવા જેવી બાબત પણ વિદ્યાર્થી ઓની રજુઆત માં સામે આવી હતી.
નફ્ફટ પ્રોફેસરોના કારનામા ઓના સતત ત્રીજા દિવસે પણ પરઘા આખી કોલેજ માં પડ્યા હતા અને આખરે આજે વિધાર્થીઓ એકોલેજના ગેટ ઉપર મોટી સંખ્યમાં ભેગા થઈ હોબાળો મચાવ્યો હતો તેમજ કોલેજના ચાર પ્રોફેસરોની બદલી કરવાની માંગ ઉચ્ચારવામાં આવી હતી.
– અગાઉ ફોટો ન પડ્યાનું રટણ કરનાર અજીત પરમારે આખરે ૪૨ દિવસ બાદ કબલ્યું કે ફોટો પાડ્યો છે : ડૉ.જી.આર.પરમાર આચાર્ય
કોલેજના આચાર્યએ રૂબરૂમાં જણાવ્યું હતું કે આ મુદ્દો બુધવારે ગત માસમાં ફેબ્રુઆરીમાં ઉભો થયો હતો. ત્યારે અજીત પરમારે ઓનકેમેરામાં ફોટો નથી પડ્યો તેમ રટણ કર્યું હતું.જે બાદ આખરે ૪૨ દિવસ બાદ કબલ્યું કે ફોટો પાડ્યો છે.