google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, July 14, 2024
HomeCrimeઝઘડિયાના મુલદ ગામથી બોરીદ્રા ગામ વચ્ચે ઈકો ગાડી માંથી વિદેશી દારૂ ઝડપાયો...

ઝઘડિયાના મુલદ ગામથી બોરીદ્રા ગામ વચ્ચે ઈકો ગાડી માંથી વિદેશી દારૂ ઝડપાયો : બે વોન્ટેડ

- અલગ અલગ બ્રાન્ડની કુલ ૭૮૦ નંગ બોટલ જેની કિંમત ૯૮,૧૬૦ મળી ૩,૯૮,૧૬૦નો મુદ્દમાલ જપ્ત

(જયશીલ પટેલ,ઝઘડિયા)
ઝઘડિયા તાલુકામાં દેશી તથા વિદેશી દારૂનું વેચાણ ઠેરઠેર થઈ રહ્યું છે અને દેશી દારૂ ગામેગામ વેચાઈ રહ્યો છે.ગતરોજ ભરૂચ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઝઘડિયા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને બાતમી મળી હતી કે સુકવણા ગામનો સંજય વસાવા તથા નાનાસાજા ગામનો અલ્પેશ વસાવા બંને સફેદ કલરની મારૂતિ ઈકો ગાડી નંબર જીજે ૧૬ ડીજી ૮૮૪૮ માં વિદેશી દારૂ ભરી મુલદ ગામથી બોરીદ્રા ગામ જતા એક માર્ગીય રોડ પર થઈ જવાના છે.ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા બાતમી વાળા સ્થળે મુલદ ગામ થી બોરીદ્રા ગામ જતા એક માર્ગીય રોડની સાઈડે બોરીદ્રા ગામની સીમમાં એક કાચા રસ્તામાં સંતાડેલ વિદેશી દારૂ ભરેલ મારૂતિ ઝડપી પાડી હતી.જેમાં ગાડીમાં કાળા કલર તથા સફેદ કલરની અલગ અલગ પ્લાસ્ટિકની પોલીથીનની થેલીઓમાં પ્રતિબંધિત ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલ બિયરના ટીન મળી કુલ ૭૮૦ નંગ ઝડપી પાડયા હતા.ઝડપાયેલ વિદેશી દારૂની કિંમત ૯૮,૧૬૦ તથા ઈકો કાર મળી કુલ મુદ્દામાલ કિમત ૩,૯૮,૧૬૦ ઝડપી પાડી સંજય ઉર્ફે સંજુ વસાવા રહે.સુકવણા તા.ઝઘડિયા તથા અલ્પેશ વિનોદ વસાવા રહે.નાના સાંજા તા.ઝઘડિયાને વોન્ટેડ જાહેર કરી ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!