google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, July 15, 2024
HomeGujaratનેત્રંગના કેલ્વીકુવા ગામે કૂવામાં ખાબકેલા મોરને વન વિભાગની ટીમે સલામત રીતે બહાર...

નેત્રંગના કેલ્વીકુવા ગામે કૂવામાં ખાબકેલા મોરને વન વિભાગની ટીમે સલામત રીતે બહાર કાઢ્યો

નેત્રંગ,

નેત્રંગ તાલુકાના કેલ્વીકુવા ગામ ખાતે પાણીની શોધમાં આવેલો મોર ૧૦૦ ફૂટ ઉંડા કૂવામાં પડ્યો હતો.જેની જાણ વન વિભાગની ટીમને કરવામાં આવતા ટીમે સ્થળ પર પહોંચી રેસ્ક્યુ કરીને સહી સલામત રીતે મોરને બહાર કાઢ્યો હતો.

ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકાના કેલ્વીકુવા ગામના ભુપેન્દ્ર ભક્તનો ચંદ્રવાણ ગામની સીમમાં ખેતરમાં ૧૦૦ ફુટ ઉંડો કુવો આવેલો છે.જોકે ૨-૩ દિવસ પહેલા કુવા પાસે મોર પાણીની શોધમાં જતાં કુવામાં પડી ગયો હતો.ત્યારે કેલ્વીકુવા ગામના જ મિતેશ પ્રજાપતિ કુવાનું પાણી જોવા જતાં મોર પડ્યાનું નજરે પડ્યું હતું.ત્યારબાદ નેત્રંગ વન વિભાગનાકર્મી રવિરાજસિંહ ગોહિલ, અશ્વિન બારૈયા,અનિલ દંતાણી અને શૈલેષ વસાવાનો સંપર્ક કરતાં તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવી મોરને બચાવાની રેસ્ક્યુ ઓપરેશનની કામગીરી કરતાં જાળને કુવામાં બાંધી મોરને બચાવી લેવામાં આવ્યો હતો.મોરને શરીરના ભાગે કોઈપણ પ્રકારની ઈજા નહીં હોવાથી ફરીથી ખેતરાડી વિસ્તારમાં છોડી મુકવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!