Sunday, March 3, 2024
spot_img
HomeGujaratરાજપીપલા ખાતે 2 કરોડના ખર્ચે વન વિશ્રામ ગૃહ અને વન કવચ તથા...

રાજપીપલા ખાતે 2 કરોડના ખર્ચે વન વિશ્રામ ગૃહ અને વન કવચ તથા વન સંકુલના પ્રવેશ દ્વારનું વન મંત્રી મુકેશ પટેલ દ્વારા લોકાર્પણ

- સહભાગી વન વ્યવસ્થા જન સંવાદ કાર્યક્રમમાં વન કર્મીઓ ને સન્માનિત કરાયા - જંગલની જમીનમાં ખેડાણ કરતા લોકોને અટકાવવા જોઈએ : સાંસદ મનસુખ વસાવા

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
નર્મદા જિલ્લા વન વિભાગ રાજપીપલા દ્વારા વડિયા પેલેસ કેમ્પસમાં 2 કરોડ ના ખર્ચે વન વિશ્રામ ગૃહ અને વન કવચ તથા વન સંકુલના પ્રવેશદ્વારનું વન મંત્રી મુકેશ પટેલ,ભરૂચ સાંસદ મનસુખ વસાવા અને નાંદોદ ધારાસભ્ય ડો દર્શનાબેન દેશમુખ ના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
નર્મદા જિલ્લાના રાજપીપલા ખાતે આવેલ વડીયા પેલેસ સંકુલ માં જે સર્કલ બનાવવામાં આવ્યા છે. તે તમામ સર્કલો ના નામ નર્મદા જિલ્લામાં ફોરેસ્ટ વિભાગ માં જે અધિકારીઓ નોકરી કરી ને રિટાયર્ડ થઈ ચૂક્યા છે.તે અધિકારીઓ ના નામ પર સર્કલ ના નામ આપવામાં આવ્યા છે.કરોડો રૂપિયા ના ખર્ચે અહીં વિશ્રામ ગૃહ,વન કવચ અને આ કેમ્પસ માં સર્કલ બનાવવામાં આવ્યા છે.વન વિશ્રામ ગૃહ ખાતે આવનાર પ્રવાસીઓને પણ રહેવા માટે આપવામાં આવશે.ત્યારબાદ સહભાગી વન વ્યવસ્થા જન સંવાદ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો.આ કાર્યક્રમ માં ડાંગ ના ઉપવનો ની એક સીડીનું અનાવરણ પણ કરવામાં આવ્યું.હતું વન મંત્રી મુકેશ પટેલે નર્મદાના જંગલ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બને તેવા લોકોપયોગી બનાવવા અનુરોધ કરી વન સંવર્ધનની કામગીરી કરનારા અધિકારીઓ કર્મીઓ ને બિરદાવ્યા હતાં.જો કે સાંસદ મનસુખ વસાવા એ સ્ટેજ પરથી જણાવ્યું કે જંગલ ની જમીનમાં ખેડાણ કરતા લોકો ને અટકાવવા જોઈએ.સાંસદમનસુખ વસાવાએ કહ્યું કે બધા મને કહે છે કે સાહેબ આવું બોલશો તો તમને કોઈ વોટ નહિ આપે પણ મનસુખ વસાવા એ કહ્યું કે હું વોટ માટે રાજકારણ માં નથી આવ્યો મને પ્રકૃતિ પ્રત્યે પ્રેમ છે અને જંગલ ની જમીનો પર થતા ગેરકાયદેસર ના ખેડાણ ને અટકાવવું પણ મારી ફરજ માં આવે છે.નાંદોદ ના ધારાસભ્ય દર્શનાબેન દેશમખે વૃક્ષો શઁકર ભગવાન જેવા હોવાનું જણાવી વૃક્ષો નું મહત્વ સમજાવ્યું હતું.
સમગ્ર વર્ષ દરમ્યાન સારી કામગીરી કરનાર ફોરેસ્ટરો અને બીટ ગાર્ડ ને સન્માન પત્ર આપી ને સન્માનિત કરવામાં આવ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!