google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Saturday, July 13, 2024
HomeGujaratઔદ્યોગિક વસાહતોમાં આવેલી ગૌચરની જમીનો કંપનીઓ વાળાએ દબાવી હોવાનો ઝઘડિયાના માજી ધારાસભ્ય...

ઔદ્યોગિક વસાહતોમાં આવેલી ગૌચરની જમીનો કંપનીઓ વાળાએ દબાવી હોવાનો ઝઘડિયાના માજી ધારાસભ્ય છોટુ વસાવાએ આક્ષેપ કર્યો

- કંપની વાળાઓએ તળાવો જે પાણીના સોર્સ હતા તે પણ લઈ લીધા છે

(જયશીલ પટેલ,ઝઘડિયા)
ભરૂચ જીલ્લાના ઝઘડિયા વિધાનસભા મત ક્ષેત્રના માજી ધારાસભ્ય અને ભારત આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય સંરક્ષક છોટુ વસાવા અવારનવાર સરકારની નીતિ રિતીઓ પર અવાજ ઉઠાવતા આવ્યા છે.આજરોજ તેમણે ગૌચરની જમીન બાબતે નિવેદન આપી તેના માટે ૩૦ વર્ષથી શાસન કરતી પાર્ટીની સરકારને જવાબદાર ઠેરવી છે.
તેમણે જણાવ્યું હતું કે કચ્છની ગૌચરની જમીનમાં અદાણી વિરુદ્ધ ચુકાદો આવ્યો છે અને કોર્ટે કહ્યું છે કે આ જમીન તમારે ખાલી કરવી જોઈએ, વર્તમાન સરકાર છેલ્લા કેટલા વર્ષોથી શાસનમાં છે અને રાજ્યમાં ખૂબ મોટી સંખ્યામાં જમીનોનું દબાણ છે છતાં સરકારના પેટનું પાણી હાલતું નથી આ જ સરકારે આદિવાસી બક્ષીપંચ લોકોની લૂંટ્યા છે અને તેમની જમીનો પર વિદેશી પ્રોજેક્ટ ચાલે છે,કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટ જે બનાવ્યો છે તે અનલીગલી છે તેમ જણાવતા તેનું કારણ આપ્યું હતું કે ટ્રાઈબલ એરિયામાં શિડયુલ પાંચ અને છ જે છે તેનો અમલ કરતા નથી કારણ કે તેમણે ઘુસપેઠ કરવી છે, પ્રોજેક્ટના નામે,વિકાસના નામે અને સરદાર પટેલ ના નામે, દેશમાં જાતિવાદ ખૂબ મોટા પ્રમાણમાં છે,હિન્દુવાદ જ્યાં સુધી આ દેશમાં છે ત્યાં સુધી ગરીબ લોકોને ફાયદો થવાનો છે જ નથી એટલે ગરીબોએ તે સમજી લેવાની જરૂર છે,હિન્દુ કોઈ ધર્મ જ નથી એટલે આવી સરકારોને ઓળખી લેવાની જરૂર છે, દરેક પંચાયતોમાં ગૌચરની જમીન છે અત્યારે ફેક્ટરીઓ નાંખી ઝઘડિયામાં ગૌચરની જમીન કંપનીઓ વાળાના દબાણમાં છે.કંપની વાળાઓએ પાણીના જે સોર્સ તળાવો હતા તે પણ લઈ લીધા છે,જે બાબતે સરકારે કંઈ કર્યું જ નથી ફક્ત અને ફક્ત આ વિસ્તારમાં રહેતા લોકોની જમીન હડપ કરવી છે અને તેમનું જીવન પણ હડપ કરવું છે,રોજગારી શિક્ષણ આપવું નથી જેથી તેમણે લોકોને અપીલ કરી હતી કે આવી સરકારોને વહેલી તકે વિદાય આપો તેમ તેમને જણાવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!