google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Saturday, July 13, 2024
HomeGujaratજંબુસર એસટી ડેપો સર્કલથી ટંકારી ભાગોળ સુધીનો બિસ્માર રોડ વહેલી તકે બનાવે...

જંબુસર એસટી ડેપો સર્કલથી ટંકારી ભાગોળ સુધીનો બિસ્માર રોડ વહેલી તકે બનાવે તેવી માંગ સાથે માજી ધારાસભ્ય દ્વારા કલેટરને પત્ર લખ્યો

(સંજય પટેલ,જંબુસર) 

જંબુસર એસટી ડેપો સર્કલથી ટંકારી ભાગોળ સુધીનો બિસ્માર રોડ વહેલી તકે બનાવે તેવી માંગ સાથે માજી ધારાસભ્ય દ્વારા કલેટર કચેરી ભરૂચ ખાતે રૂબરૂ જઈ લેખિત રજૂઆત કરી  પ્રજાને પડતી ભારે હાલાકીને ત્વરિત નિકાલ કરવા માટે પત્ર પાઠવ્યો હતો.

ભરૂચ જીલ્લાના જંબુસર નગરજનોનો તથા પ્રજાજનોને ત્રાહિમામ કરનાર બિસ્માર રસ્તાઓ થઈ ગયો હોય એસટી ડેપોથી ટંકારી ભાગોળ સુધીનો માર્ગ વેહલામાં વહેલી તકે બનાવવાની માંગ સાથે માજી ધારાસભ્ય સંજયસિંહ સોલંકી તથા તાલુકા કોંગ્રેસ પ્રમુખ પ્રભુદાસ મકવાણા દ્વારા કલેટર કચેરી ભરૂચ ખાતે રૂબરૂ જઈ લેખિત રજૂઆત કરી પત્ર પાઠવ્યો હતો. 

છેલ્લા કેટલાક સમયથી ટંકારી ભાગોળથી એસટી ડેપો સર્કલ સુધીનો રોડ ખરાબ હાલતમાં છે.રોડ ઉપર મોટા ખાડાઓ પડી ગયા છે અને રોડ ઉપર પડેલા ખાડામાં કીચડ કાદવનું સામ્રાજ્ય હોય વાહન ચાલકો અને સ્થાનિકોને ખૂબ જ તકલીફ પડે છે.આવતા જતા ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં વાહનો અને ૮૪ ગામના રાહદારીઓ કાયમ અવરજવર કરતા હોય છે.મોટા ખાડાઓને લઈ વાહનોને ખૂબ નુકસાન થાય છે.રીક્ષા ચાલક,મોટર સાયકલ સહિતના વહોનોને અકસ્માતાનો ભય રહે છે.પ્રશાસન તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં હોય એમ લાગી રહ્યું છે.આજ સુધી રોડનું સમારકામ કામ હાથ ધરવામાં આવ્યું નથી જેથી કરીને  વાહન વ્યવહાર ઠપ થઈ ગયેલ છે.જેથી રોડ રસ્તાની તાકીદે મરામત કરવા લોક માંગ કરી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે માજી ધારાસભ્ય સંજયસિંહ સોલંકી જે તે સમયે ધારાસભ્ય હતા ત્યારે તેમને આ માર્ગોનું સમારકામ કે નાવિનીકરણ કેમ ન કરાવ્યું તેવી ચર્ચાઓ ઉઠવા પામી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!