google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, June 25, 2024
HomeGujaratવાલિયા-વાડી માર્ગ પર ટ્રેક્ટર પુલિયા પરથી નદીમાં ખાબકતા સદ્દનસીબે ચાલકનો આબાદ બચાવ

વાલિયા-વાડી માર્ગ પર ટ્રેક્ટર પુલિયા પરથી નદીમાં ખાબકતા સદ્દનસીબે ચાલકનો આબાદ બચાવ

- ડહેલી ગામની કીમ નદી ઉપર બનાવવામાં આવેલ ડાઈવર્ઝન પાસે બિસ્માર રોડને લઈ ટ્રેક્ટર પુલિયા પરથી નદીમાં ખાબક્યું

વાલિયા,

ભરૂચના વાલિયા-વાડી માર્ગ ઉપર ડહેલી ગામની કીમ નદી ઉપર બનાવવામાં આવેલ ડાઈવર્ઝન પાસે બિસ્માર રોડને લઈ ટ્રેક્ટર પુલિયા પરથી નદીમાં ખાબકતાં ચાલકનો સદ્દનસીબે આબાદ બચાવ થયો હતો.

વાલિયા-વાડી માર્ગ ઉપર ડહેલી ગામની કીમ નદીનું ડાઈવર્ઝન બિસ્માર બનતા વાહન ચાલકો અકસ્માતની ભીતિ સેવી રહ્યા છે.તેવામાં ગતરોજ રાતે એક ટ્રેકટર ચાલક ડહેલી તરફથી વાલિયા આવી રહ્યો હતો તે દરમ્યાન બિસ્માર રોડને પગલે ચાલકનું સ્ટેયરિંગ ઉપર કાબૂ નહીં રહેતા ડાઈવર્ઝન પર નદી ઉપર બનાવેલ પુલિયા પરથી નદીમાં ઉતરી પડતાં અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં સમય સૂચકતા વાપરી ચાલક કૂદી પડ્યો હતો.જેથી તેનો સદ્દનસીબે આબાદ બચાવ થયો હતો.બનાવ અંગે પોલીસે તપાસ હાથધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કોન્ટ્રાકટર દ્વારા યોગ્ય રીતે ડાઈવર્ઝનનું મરામત કરાવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!