(સંજય પટેલ,જંબુસર)
જંબુસર તલાવપુરા વિસ્તારમાં જુગાર રમતા હોમગાર્ડના જવાન સહિત ચાર આરોપી ઝડપાયા જ્યારે ચાર આરોપી ભૌગોલિક પરિસ્થિતિને લાભ લઈ નાસી છૂટ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર જંબુસર તળાવ પુરા વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં પત્તા પાનાનો જુગારમાં છે તેવી બાતમી મળતા જંબુસર પોલીસ સ્ટાફ સાથે સ્થળ ઉપર રેડ કરતા આરોપી ખાલીદ ઉર્ફે અલોલ ઈબ્રાહીમ શેખ પોતાના અંગત ફાયદા માટે પોતાના મળતીયાઓને બોલાવી ગેરકાયદેસર રીતે જુગાર રમાડતા રોકડ રૂપિયા ૬,૫૫૦,ચાર મોબાઈલ કિંમત રૂપિયા ૧૧,૦૦૦ તથા બે મોટર સાયકલની કિંમત રૂપિયા ૬૫,૦૦૦ કુલ ૮૨,૫૫૦ રૂપિયાના મુદ્દામાલ સાથે ચાર આરોપીઓને ખાલિદ ઉર્ફ ઈબ્રાહીમ શેખ,ઈમરાન ફિરોજ પઠાણ,મહંમદ રસુલ નિઝામ ઉમરજી મલેક તમામ રહે,તલાવપુરા તેમજ હોમગાર્ડમાં ફરજ બજાવતા રણજીત રાયસંગ ઉર્ફે રાહો ઠાકોર (પા.વા) ને ઝડપી પાડજેલ ભેગા કરવામાં આવ્યા હતા.જ્યારે ચાર આરોપીઓ મોહસીન ઉર્ફે મોસ ફિરોજખાન પઠાણ,યાસર કાદર મલેક,એઝાજ ઉર્ફે ગોપ અયુબ પઠાણ તેમજ રાજુ મેલાભાઈ વાઘેલા નાશી છૂટવાના સફળ થયા હતા.
પોલીસે તમામ જુગારીઓ સામે જુગારધારા ની કલમ હેઠળ ગુનો નોંધી કારયદેસરની કાર્યવાહી હાથધરી છે અને ફરાર ચાર જુગારીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
જંબુસરના તલાવપુરા વિસ્તારમાં જુગાર રમતા હોમગાર્ડના જવાન સહિત ચાર આરોપી ઝડપાયા
- ચાર આરોપી ભૌગોલિક પરિસ્થિતિને લાભ લઈ નાસી છૂટ્યા