google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, July 15, 2024
HomeGujaratઝઘડિયાના મુલદ ચાર રસ્તાથી નાના સાંજા ફાટકના પ કિ.મી સુધી ચાર કલાક...

ઝઘડિયાના મુલદ ચાર રસ્તાથી નાના સાંજા ફાટકના પ કિ.મી સુધી ચાર કલાક વાહનોનો ચક્કાજામ

- સામ સામે વાહનો આવી જતા ચાર કલાક સુધી સંખ્યાબંધ વાહન ચાલકો અટવાયા

(જયશીલ પટેલ,ઝઘડીયા)

ઝઘડિયા તાલુકાના મુલદથી નાના સાંજા ફાટક સુધીના ફોરલેન રસ્તાનું સીસી રોડ બનાવવાનું હાલ કામ મંથરગતિએ ચાલુ છે. જેના કારણે એક તરફનો રોડ હાલ એક ફુટથી લઈને પાંચ ફુટ સુધી ખોદી કાઢવામાં આવ્યો છે. જ્યારે એક બાજુને રોડ ચાલુ છે. જે રોડ ઉપરથી રોજિંદા હજારો વાહનો પસાર થાય છે.જેમાં આજે બપોરના સમયે વાહનો સામ સામે આવી જતા પાંચ કિલોમીટ લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો.બપોરથી મોડી સાંજ સુધી ચાર કલાકથી પણ વધુની સમય માટે વાહનો ટ્રાફિકમાં અટવાયા રહ્યા.નેશનલ હાઈવે નંબર ૪૮ ને અડીને આવેલા ઝઘડિયા તાલુકાના મુલદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના માર્ગ ઉપર છેક નાના સાંજા ફાટક ના પાંચ કિલોમીટર સુધી ચાર કલાકથી વધુના સમય દરમિયાન વાહનોની ચક્કાજામની સ્થિતી સર્જાય હતી.અત્રે ઉલ્લેખનીય છે કે આ પાંચ કિલોમીટર રસ્તાને સાંકળી લેતા બે પોલીસ ટ્રાફિક પોઈન્ટ છે.તેમ છતાં પોલીસ જવાનોએ માત્ર મુકપ્રેક્ષકની ભૂમિકા ભજવી હોવાનું સ્પષ્ટ જણાય આવ્યું હતું. ચાર કલાક સુધી સંખ્યાબંધ વાહનો ટ્રાફિકજામમાં અટવાયા હતા અને કલાકો સુધી પોલીસ આ સ્થળ ઉપર દેખાય પણ ન હતી.નાના સાંજા ફાટક ઉપર ઉભી રહેતી જીલ્લા ટ્રાફિક પોલીસ અને મુલદ ચાર રસ્તા સ્થિત પોલીસ ચોકીના જવાનોનું કામ માત્ર ઉઘરાણાં કરવાનું હોવાનો વાહન ચાલકોએ આક્ષેપ કરી બળાપો ઢાલવ્યો હતો.

અત્રે ઉલ્લેખની જીલ્લા ટ્રાફિકની પેટ્રોલિંગ વાહનો રાત્રીના સમયે નાના સાંજા ફાટકથી મુલદ ચોકડી વગેરે સ્થળોએ ૩૬૫ દિવસ રાત્રીના સમયે ઉભી રહે છે તો શું તેઓની ફરજમાં નથી આવતું કે નાના સાંજા ફાટકથી મુલદ સુધીનો રોડ પર કામગીરી ચાવતી હોય હાલમાં સિંગલ થયો છે અને હાલ વાહનોનો ખૂબ ભારણ રહેતું હોય રોજની બે‌હજાર થી વધુ માલવાહક વાહનોની અવર જવર દિવસ દરમ્યાન રહે છે તો ટ્રાફિક નિયમન કરવા પોલીસ કર્મચારીઓ મૂકી નથી શકાતા તેવા સવાલો વાહન ચાલકોએ કર્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!