google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Saturday, July 13, 2024
HomeCrimeજંબુસરમાં ફાસ્ટ ફૂડનો ધંધો કરનાર ઉપર ચાર વ્યક્તિઓનો મારક હથિયારોથી હુમલો

જંબુસરમાં ફાસ્ટ ફૂડનો ધંધો કરનાર ઉપર ચાર વ્યક્તિઓનો મારક હથિયારોથી હુમલો

- ચાર લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા : જાનથી મારી નાંખવાની ધમકી આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો

(સંજય પટેલ,જંબુસર)
જંબુસર તલાવપુરા ખાતે રહેતા ૪૮ વર્ષીય મહંમદહનીફ મૂર્તુજા જેઓ ડેપો સર્કલ પાસે આવેલ ફજલ શોપીંગમાં ભાડાની દુકાન રાખી ફાસ્ટ ફૂડનો વેપાર કરી પોતાના પરિવારનો ગુજરાન ચલાવે છે.ગતરોજ સાંજના સમયે સાજીદ મુક્તિયાર ભઠ્ઠી,એજાજ ગુલામ રસુલ ભટ્ટી તથા આદિલ ગુલામ રસુલભટ્ટી તલાવપુરા જંબુસર ફાસ્ટ ફૂડની લારીએ ખાવાનું લેવા આવ્યા હતા.ત્યારે દીકરા મહંમદેના પાડતા તેની રીશ રાખી તારીખ ૨૨ મી મેના રોજ બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં મહંમદભાઈ મૂર્તુંજા ઘરે હતા.તે દરમ્યાન સાજીદ મુકતિયાર ભટ્ટી,એજજ ગુલામ રસુલ ભટ્ટી,આદિલ ગુલામ રસુલ ભટ્ટી અને અનીશ શબ્બીર ભટ્ટી આવેલને જોરથી ગાળો બોલવા લાગેલ બહાર નીકળી જોતા સાજીદ ભટ્ટીએ ઝપાઝપી કરી તેના હાથમાંની છરી મારવા જતા તેને પકડવા જતા આંગળીઓમાં વાગેલ,આદિલ ભટ્ટીના હાથમાંની ડાંગનો ફટકો જમણા હાથમાં મારતા દીકરો મહમદ નોમાન છોડાવવા વચ્ચે પડતા એઝાજ ગુલામ ભટ્ટીએ હાથમાંની લોખંડની પાઈપનો સપાટો દીકરાના માથાના પાછળના ભાગે તથા ડાબા હાથમાં મારેલ તથા અને શબ્બીર ભટ્ટીએ દીકરાને ઢીકા પાટુનો માર મારેલ તથા ભાણીઓ અનીશ વચ્ચે પડતા સાજીદ ભટ્ટીએ જમણી આંખની પાપણના ભાગે ચપ્પુનો ઘા મારેલ અને મોટાભાઈ અબ્દુલ મજીદ વચ્ચે પડતા સાજીદ મુક્તિયારે લોખંડની પાઈપ માથાના પાછળના ભાગે મારેલ અને બૂમાબૂમ કરતા ફળિયાના લોકો વચ્ચે પડી વધુ મારથી બચાવેલ અને ચારેય ઈસમો જતા જતા ધમકી આપી હતી કે હવે પછી એકલા મળશો તો જાનથી મારી નાંખીશું જેવી ધમકી આપી હતી.જે બાદ ચારેય ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.મારમારી અંગે મહંમદહનીફ મુર્તુજાએ જંબુસર પોલીસ મથકે સાજીદ ભટ્ટી,એજાજ ભટ્ટી,આદિલભટ્ટી,અનીશ ભટ્ટી તમામ રહે.તલાવપુરા મદીના મસ્જીદ પાસેનાઓ વિરુદ્ધ ફરિયાદ આપતા જંબુસર પોલીસે તેઓ વિરુદ્ધ આઈપીસી કલમ ૩૨૩,૩૨૪,૫૦૪,૫૦૬(૨),૧૧૪ અને જીપી એક્ટ ૧૩૫ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!