(જ્યશીલ પટેલ,ઝઘડીયા)
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીકના સારસા ગામે આજરોજ મુખ્ય ધોરીમાર્ગ પર ઉમધરા ફાટક નજીક એક ઈકો ગાડીને થયેલ અકસ્માતમાં ચાર વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થઈ હતી.અકસ્માત સ્થળે એકત્ર થયેલ લોકોમાં ચર્ચાતી વાતો અનુસાર આ ઈકો ગાડી રાજપારડી તરફથી આવીને ઉમલ્લા તરફ જઈ રહી હતી.ત્યારે આગળ ચાલતા એક ટ્રેલરના પાછળના ભાગે ઈકોનો આગળનો ભાગ અથડાતા અકસ્માત સર્જાયો હતો.વધુમાં મળતી વિગત મુજબ આ અકસ્માતમાં ઈકો ગાડીના ચાલક સહિત કુલ ચાર જેટલી વ્યક્તિઓને ગંભીર ઇજાઓ થઈ હતી.જેમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે. અકસ્માતની જાણ થતાં સ્થાનિક રહીશો ઘટના સ્થળે દોડી ગયા હતા અને બચાવ કામગીરી હાથધરી હતી. ઈજાગ્રસ્તોને અવિધા ખાતે સારવાર માટે લઈ જવાયા હતા.જ્યાંથી વધુ સારવાર માટે ભરૂચ લઈ જવાયા હતા.
ઉલ્લેખનીય છે કે સારસા ગામે ઉમધરા ફાટક નજીક છાસવારે અકસ્માતો સર્જાય છે,આજના આ અકસ્માતને પગલે અકસ્માતોની વણથંભી પરંપરા યથાવત રહી હતી.