(સંજય પટેલ,જંબુસર)
જંબુસર જનરલ હોસ્પિટલ સંચાલક ડોક્ટર તુષાર પટેલ જેઓ જનતાના આરોગ્યની ચિંતા કરી અલગ અલગ રોગો માટેના મફત કેમ્પ યોજતા હોય છે.આજે માસર રોડ શાળા ખાતે હાડકાના રોગોનો મફત નિદાન કેમ્પ યોજાયો હતો.જેમાં ડોક્ટર પ્રફુલભાઈ વૈદ સહિત ગામ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.સદર કેમ્પમાં ઓર્થોપેડિક એન્ડ સ્પાઈન સર્જન ડોક્ટર આશિષ ડોડીયાએ સેવાઓ આપી હતી. અને હાડકાના રોગો જેવા કે કમરનો દુખાવો,સાંધા ના દુખાવો,હાડકાના ફેક્ચર સહિતના દર્દીઓને મફત નિદાન સાથે એક્સરે તથા દવાઓ મફત આપવામાં આવી હતી.કેમ્પ દરમ્યાન નિદાન થયેલ દર્દીઓને વધુ સારવાર કે ઓપરેશનની જરૂર હશે તેવા દર્દીઓને માં કાર્ડ યોજના હેઠળ ઓપરેશન કરી આપવામાં આવશે. કેમ્પમાં મોટી સંખ્યામાં જનતાએ લાભ લીધો હતો.