google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Saturday, July 13, 2024
HomeGujaratધો.૧૦ પછી પ્રથમ વર્ષ અને ITI પછી બીજા વર્ષ ડિપ્લોમા ઈજનેરી કોલેજના...

ધો.૧૦ પછી પ્રથમ વર્ષ અને ITI પછી બીજા વર્ષ ડિપ્લોમા ઈજનેરી કોલેજના પ્રવેશ માટે વિનામુલ્યે માર્ગદર્શન સેમિનાર

- ૨૩ મે ૨૦૨૪ ગુરૂવારે સવારે ૧૧:૦૦ થી ૧૨:૩૦ શ્રી કે જે પોલીટેકનીક ભોલાવ ભરૂચ ખાતે યોજાશે

ભરૂચ,
ભરૂચ જિલ્લા ખાતે શ્રી કે જે પોલીટેકનીક, ભોલાવ ભરૂચના કેમ્પસમાં કાર્યરત સરકારી પોલીટેકનીક રાજપીપળા ધ્વારા તારીખ ૨૩ મે ૨૦૨૪ ગુરુવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે સરકારી પોલીટેકનીક,રાજપીપળા તથા ACPDC ના સહયોગથી એડમિશન માટે અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ધોરણ ૧૦ પછી પ્રથમ વર્ષ અને ITI પછી બીજા વર્ષ ડિપ્લોમાં ઈજનેરી કોલેજમાં એડમિશન પ્રક્રિયા અંગેની માહિતી,તે અંગેના ક્રમિક પગલાં, તથા વિદ્યાર્થીઓ અને વાલીઓના પ્રવેશ પ્રક્રીયાને લગતા પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સિસ (ACPDC) અમદાવાદ દ્વારા તારીખ ૧૫-૦૪-૨૦૨૪ થી એડમિશન રજીસ્ટ્રેશન માટેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે ભરૂચ જિલ્લાની જાહેર જનતાને અનુરોધ છે કે અવેરનેસ સેમિનારનો મોટી સંખ્યામાં વિધાર્થીઓ અને વાલી લાભ લે તેમ આચાર્ય,સરકારી પોલીટેકનીક,રાજપીપળા C/o શ્રી કે.જે.પોલીટેકનીક કેમ્પસ, ભરૂચ ધ્વારા અખબારી યાદીમાં જણાવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!