google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Saturday, July 13, 2024
HomeUncategorizedકુરાલ જૈન તીર્થ ખાતે ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય વિજય નિત્યાનંદ સૂરીશ્વરજી મહારાજે પધરામણી...

કુરાલ જૈન તીર્થ ખાતે ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય વિજય નિત્યાનંદ સૂરીશ્વરજી મહારાજે પધરામણી કરી

(સંજય પટેલ,જંબુસર)

પાદરા તાલુકાના કુરાલ ગામે ૭૦૦ વર્ષ પહેલાનું પૌરાણિક શ્રેયાંશ નાથ ભગવાન જે મૂળનાયક કહેવાય છે.જે ઈતિહાસ આધારિત જમીન માંથી કુરલ ગામે પાંચ મૂર્તિઓ નીકળી હતી અને જૈન સમાજ દ્વારા મંદિરનું નિર્માણ કરાયું હતું.વર્ષો બાદ ૨૦૧૯ માં વડોદરાના પ્રતિષ્ઠિત શ્રાવક કિશોરભાઈ ઉર્ફે બિલ્લાભાઈ ઝવેરીના સ્વદ્રવ્યથી જંબુસર હાઇવે કુરાલ રોડ પર ભવ્ય શિખરબદ્ધ જૈન તીર્થનું નવનિર્માણ કરાયું હતું અને ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય વિજય નિત્યાનંદ સુરીશ્વરજી મહારાજ સાહેબ પધારી શ્રેયાંશનાથ દાદાની ધાર્મિક પૂજાપાઠ, શાસ્ત્રોકત મંત્રોચ્ચાર થકી પૂજા વિધિ કરાઈ હતી અને આ તીર્થંકરનો રાજેન્દ્રભાઈ ત્રિવેદીના વરદ હસ્તે લોકાર્પણ કરાયું હતું.મંદિર ખાતે વખતો વખત ધાર્મિક રીતી રિવાજ પ્રમાણે પૂજાપાઠ,પાટોત્સવ, ધ્વજારોહણ સહિતના કાર્યક્રમો કરવામાં આવતા હોય છે.પાંચ વર્ષ બાદ ફરી આ જૈન તીર્થ ખાતે ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય વિજય નિત્યાનંદ સુરીશ્વરજી મહારાજ સાહેબ ના પુનિત પાવન પગલા થયા હતા.મહારાજ સાહેબની પધરામણી થતાં એસ એસ ઝવેરી પરિવારમાં અનેરો આનંદ ઉત્સાહ જોવા મળતો હતો. મહારાજ સાહેબે શ્રેયાંશ નાથ દાદા ભગવાન સહિત મૂર્તિઓની ધાર્મિક રીતીરિવાજ અનુસાર પૂજાપાઠ કર્યા હતા.આ પ્રસંગે એસએસ ઝવેરી પરિવાર કિશોરભાઈ ઝવેરી, ડોક્ટર જય ઝવેરી, દીપ ઝવેરી, પ્રજેશભાઈ કંસારા (કેનેડા) સહિત કલ્યાણ મિત્રો ખાસ ઉપસ્થિત રહી મહારાજ સાહેબના દર્શન,અમૃતવાણી નો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

Oplus_0
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!