(સંજય પટેલ,જંબુસર)
જંબુસર નગરપાલિકા સભાખંડમાં જનરલ સભા યોજાઈ હતી.જેમાં ૫૫ કામો એજન્ડામાં મુકાતા વિકાસના કામોનુ સર્વાનુંમતે મંજૂર કરાયા હતા.
જંબુસર નગરપાલિકા ખાતે જનરલ સભા પાલિકા પ્રમુખ અમિષાબેન વિરેનભાઈ શાહના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી.જેમાં કુલ ૨૮ સભ્યો પૈકી ૨૫ સભ્યો હાજર રહ્યા હતા.જનરલ સભામાં કુલ ૫૫ કામો એજન્ડામાં હતા.સભાના પ્રારંભે પૂર્વ સદસ્ય ઝરીનાબેન અબ્દુલ અજીઝ શેખ જન્નત નસીન થયા હોય તેમને બે મિનિટ મૌન પાડી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા.એજન્ડાના ૫૫ કામો પૈકી સફાઈ ઉપકર, વાહન વેરા,ગટરવેરા,પાણી વેરા, સહિતના કામોના નિયમો પ્રસિદ્ધ કરવા આવેલ તે અંગે, શહેરના સોસાયટી વિસ્તારના રોડ રસ્તાની સંભાળ અંગેની ફી નક્કી કરવા, મુખ્યમંત્રી શહેરી સડક યોજના અન્વયે ૬૦ લાખની ગ્રાન્ટના કામો નક્કી કરવા, ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડની વ્યવસાય વેરા ૫૦ ટકાની ગ્રાન્ટ ૨૪,૩૭,૪૬૯ ની ગ્રાન્ટના કામો નક્કી કરવા.બી.ખે.લો ફંડ એસની ગ્રાન્ટ ૧,૬૮,૦૬૩ ની ગ્રાન્ટના કામો નક્કી કરવા,૧૫ માં નાણા પંચની ગ્રાન્ટ ૧,૫૩,૬૫,૫૪૬ ની ગ્રાન્ટના કામો નક્કી કરવા સહિતના કામો લેવાયા હતા.જેમાં જંબુસરના વિકાસ કામોને સર્વાનું મતે મંજૂર કર્યા હતા.જ્યારે અન્ય કામોમાં વિરોધ પક્ષ એ વિરોધ નોંધાવ્યો હતો.આ સહિત ગુજરાત નગરપાલિકા ૧૯૬૩ ની કલમ ૫૩-૫૫ મુજબ સમિતિઓની રચના કરવાના કામે જીલ્લા મહામંત્રી ફતેસિંહ ગોહિલ દ્વારા લવાયેલ મેન્ડેટ પ્રમાણે સમિતિઓની રચના કરવામાં આવી હતી.જેમાં કારોબારી ચેરમેન તરીકે અલ્પેશભાઈ પટેલ,જાહેર બાંધકામ સમિતિમાં જીગરભાઈ પટેલ, હાઈસ્કુલ સંચાલન સમિતિમાં સંગીતાબેન રાણા,આરોગ્ય સમિતિમાં સુભાષભાઈ મરાઠે,ગટર સમિતિમાં ઉષાબેન પરમાર,પાણી પુરવઠા સમિતિમાં જશોદાબેન ભાલીયા,(ટીપી) વિસ્તાર વિકાસ સત્તા મંડળમાં ઝવેરબેન રબારી,અગ્નિ સામન દિવાબત્તીમાં ધર્મેશભાઈ પટેલ,સુવર્ણ જયંતિ શહેરી રોજગાર યોજનામાં શીતલબેન વસાવા, લાઈબ્રેરીમાં શૈલેષભાઈ પટેલ, ટેક્સેશન સમિતિમાં લખીબેન વાઘેલા,દબાણ સમિતિમાં શૈલેષભાઈ પટેલ, એસ્ટાબ્લિશમેન્ટમાં લખીબેન વાઘેલા,વાહન વ્યવહાર સમિતિમાં ધર્મેશભાઈ પટેલ,નગર રચનામાં જશોદાબેન ભાલીયા, કાયદા સમિતિમાં શીતલબેન વસાવા,ગ્રીન સીટમાં શીતલબેન વસાવા અને નગર પાલિકા પ્રમુખ અમિષાબેન શાહની વરણી કરાઈ હતી.