(જ્યોતિ જગતાપ,રાજપીપળા)
હોળી પછી રાજપીપલા માં શરૂ થયેલ નર્મદાના આદિવાસીઓની અને પરંપરાગત ઘેરૈયા નૃત્યની રમઝટ બોલાવતા ઘરૈયા ઓ કલાકો સુધી સ્ત્રી-પુરુષનાં પોશાકમાં મન મૂકીને એકબીજાના ખભે ખભા મિલાવી હાથમાં હાથ નાખી રસ્તા ઉપર નાચ ગાન કરતા નજરે પડ્યા હતા.
નર્મદામાં હોળી આદિવાસીઓનો મુખ્ય તહેવાર હોવાથી આદિવાસી હોળી નો તહેવાર તેમની પરંપરા અને રીતિરિવાજ માટે જાણીતા છે.રાજપીપળામાં વર્ષોથી હોળી ટાણે માદરે વતનથી આદિવાસીઓની ઘેરીયા બનવા પાછા ફરે છે,ત્યારે પાંચ પાંચ દિવસ સુધી રાજપીપળાના રસ્તાઓ પર ચક્કાજામ કરી દેતા અને ધૂમ મચાવતા ઘેરૈયા નૃત્યની રમઝટ બોલાવતા અને કલાકો સુધી સ્ત્રી-પુરુષનાં પોશાકમાં મન મૂકીને એકબીજા ના ખભે ખભા મિલાવી હાથ માં હાથ નાખી રસ્તા ઉપર નાચ કાન કરી શેઠ શાહુકારને ત્યાંથી ઘેર ઉઘરાવતા હતા. આજે આદિવાસીઓમાં શિક્ષણનું પ્રમાણ વધુ હોવાથી આદિવાસીઓ એ જ જાહેરમાં નાચવાનું બંધ કરી દેતા આ ઘેરીયા સંસ્કૃતિ ક્રમશઃ લુપ્ત થવા માંડી છે.છેલ્લા બે-ત્રણ વર્ષથી નર્મદામાં ક્યાંય ઘેરીયા દેખાતા નથી અને તેમની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે.આમાં આદિવાસીઓ પરંપરા અને લોકપ્રિય ઘેરૈયા નૃત્ય ની અનોખી પરંપરા આંખેઆખી નષ્ટ ન થઈ જાય તેવી સ્થિથી આદિવાસી આગેવાનોમાં ચિંતાનો વિષય બન્યો છે.આદિવાસીઓની આ સંસ્કૃતિ અને પરંપરા જીવંત રહે તે માટે ચિંતિત આદિવાસી સમાજ પુનઃ જાગૃત થયો છે.
નસવાડી અને કવાટ થી પ્રોફેશનલ ઘેર બોલાવી આદિવાસી સંસ્કૃતિની બચાવવાનો સ્તુત્ય તરફ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે..દર વર્ષે પણ ઘેર બોલાવી આદિવાસી સંસ્કૃતિને જીવંત રાખવા પ્રયત્ન કરે છે. નસવાડી અને કવાટ થી આવેલા ઘેર મંડળીએ ઘેરૈયા લોકનુત્યની રમઝટ બોલાવી હતી.જ્યારે રાજપીપળા રિયાસત સ્ટેટ હતું ત્યારે જૂનારાજના સમયમાં મહારાજા વિજયસિંહ મહારાજાના મહેલમાં હોળીના બીજા દિવસથી જુદાજુદા ગામડાઓ અને રાજપીપળાના ટેકરા ફળિયા,જુનાકોટા,ધાબા ફળિયા વગેરે કસ્બો માંથી આદિવાસીઓ ઘેર નાચતા નાચતા મહેલે જઈને ઢોલ નગારા શરણાઈના સૂર વગાડી નાચગાના કરી રાજાને ખુશ કરતા,સાથે આ બુડિયા બાવા અને ગેરાણીના ગણવેશમાં તથા માનવ મહેરામણ જેવા ગીતો નૃત્ય સાથે ગાતાગાતા કહેતા હતા કે આવી હુતી રે જુનાકોટની ગેરાણી કે ગેરાણીની રેતેડી આપો છે ભાય ભાય જેવા ગીતો ગવાતા હતા.આજે આ બધું વિસરાઈ ગયું છે.સ્ટેટ વખતે રાજા વિજયસિંહ ના વખતમાં મહેલમાં જઈ આદિવાસી હોળી ના ગીતો ગાયને નાચગાન કરી રાજા ને ખુશ કરી ઘેર માંગતા. રાજા ખુશ થઈને ઘેર (બેટ)માં ચાંદીનો સિક્કો આપતા.
સ્ટેટ વખતે એકવાર મહારાજા વિજયસિંહ વિલાયત ઘોડો રેશમાં ભાગ લેવા ગયેલા ત્યાંથી સાથે અંગ્રેજ મેમને ફ્રેન્ડ તરીકે સાથે લાવેલા અને રાજેન્દ્રનગર સોસાયટીની ક્લબમાં ઉતારો આપેલો તે વખતે ત્યારે હોળી વખતે આદિવાસીઓ આ ગીત ગાતા હતા એવું કેવું રાજા ચાલશે વિજયસિંહ એવું કેવું રાજા ચાલશે રે લોલ એ મારા રાજા ની ખૂબી વિજેસિંગ એ તારા રાજની ખૂબી છે લો આ ગીત સાંભળીને વિજય સિંહ ખૂબ પ્રભાવિત થયા હતા અને તે વખતની ચલન ચાંદીના સિક્કા થી તેમને ઘેર (ભેટ) આપી સત્કાર કરતા અને આ ઘેર જે રકમ આવે તેમાં ગામનો મુખીઓ (સરપંચ) હિસાબ રાખતો અને પાંચ દિવસ પછી આનંદ ઉલ્લાસથી ઉજવણી કરતા પણ દુઃખની વાત એ છે કે આજે આદિવાસીઓની અને પરંપરા અને ઘેરીયા સંસ્કૃતિ લુપ્ત થઈ રહી છે.