google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, July 23, 2024
HomeCrimeઝઘડિયાના એક ગામે રહેતી યુવતીએ ઈસમ દ્વારા બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યો હોવાની...

ઝઘડિયાના એક ગામે રહેતી યુવતીએ ઈસમ દ્વારા બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યો હોવાની ફરિયાદ નોંધાવી

(જયશીલ પટેલ,ઝઘડીયા)

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના એક ગામે રહેતી પરિણિત યુવતી દ્વારા અન્ય ઈસમે તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધીને તેના ફોટા અને વિડીયો ઉતારીને વાયરલ કર્યા હોવાની પોલીસ ફરિયાદ લખાવવામાં આવતા પોલીસે આ સંદર્ભે સદર ઈસમ સામે ગુનો નોંધી કાયદેસર તપાસ હાથધરી હતી.

મળતી વિગતો અનુસાર યુવતીએ ત્રણ વર્ષથી જેની સાથે પ્રેમ સંબંધ હતો તે ઝઘડિયા તાલુકાના એક યુવક સાથે આજથી અગિયાર મહિના પ્રેમ લગ્ન કર્યા હતા.ચિરાગસિંહ અજીતસિંહ સોલંકી (દરબાર) નામનો એક ઈસમ યુવતીની સાસરીના ઘરે અવાર નવાર અવર જવર કરતો હતો.ત્રણેક મહિના પહેલા ચિરાગસિંહે યુવતીને મોબાઈલ પર ફોન કરીને કહેલ કે તુ મને બહુ ગમે છે,મારે તને મળવું છે.ત્યાર બાદ યુવતી નેત્રંગ તાલુકાના તેના પિયરના ગામે ગઈ હતી.ત્યારે પણ ચિરાગસિંહ તેણીની સાથે અવાર નવાર ફોન પર વાત કરતો હતો.આ યુવતી તેના નાનાભાઈને શાળાએ મુકવા આશ્રમમાં ગઈ હતી ત્યારે ચિરાગસિંહ મોટર સાયકલ લઈને આવ્યો હતો અને યુવતીને મોટર સાયકલ પર બેસાડીને ભરૂચ ખાતેની એક હોટલમાં લઈ ગયો હતો અને યુવતીને હોટલના એક રૂમમાં બેસાડીને તેને કહેવા લાગેલ કે તું મારી સાથે સંબંધ નહિ રાખેતો હું મરી જઈશ,આમ કહીને તેને બાથ ભરીને મોબાઈલમાં બન્નેના ફોટા પાડ્યા હતા. ત્યાર બાદ યુવતીને કહ્યું હતું કે તુ મારી સાથે સંબંધ નહિ રાખેતો હું દવા પીને મરી જઈશ.આ ઈસમ યુવતીના ફોટા તેના પતિને મોકલી આપવાની ધમકી આપીને હેરાન કરતો હતો.ત્યાર બાદ પણ આ ઈસમે તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધો બાંધ્યા હતા અને યુવતીના ગુપ્ત ભાગના વિડીયો ઉતાર્યા હતા.આ ઈસમ યુવતીના ફોટા અને વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપતો હતો અને તેણે પાડેલ ફોટા અને વિડીયો તેણીના પતિ અને પતિના મિત્ર વર્તુળમાં મોકલીને વાયરલ કર્યા હતા.આ ઈસમે જો યુવતી તેની સાથે સંબંધ નહિ રાખે તો તેના પતિને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.યુવતીએ તે જાતે આદિવાસી સમાજની હોવાનું જાણવા છતાં સદર ઈસમે અવાર નવાર તેણીનો પીછો કરીને તેના ફોટા અને વિડીયો ઉતારીને બળજબરીથી તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવી સદર ઈસમ વિરૂધ્ધ ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!