google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Friday, May 24, 2024
HomeGujaratભરૂચની કે જે ચોક્સી પબ્લિક લાયબ્રેરીના ઓડીટોરિયમમાં ગીતા જયંતિ જયંતિની ઉજવણી

ભરૂચની કે જે ચોક્સી પબ્લિક લાયબ્રેરીના ઓડીટોરિયમમાં ગીતા જયંતિ જયંતિની ઉજવણી

- લાયબ્રેરીના ગ્રંથપાલે ભગવત ગીતાના આલેખન વિષે,મહાભારતના યુદ્ધ વખતે એકાદશીના દિવસે શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચે જે સંવાદ રચાયેલો તેનું શબ્દ સ્વરૂપ આલેખનનું વાંચન કર્યું

ભરૂચ,

ભરૂચ શહેરની મધ્યમાં આવેલી ભવ્ય  કે જે ચોક્સી પબ્લિક લાયબ્રેરીના નવનિર્મિત ભવ્ય ઓડીટોરિયમમાં ગીતા જયંતિ નિમત્તે ભગવત ગીતા પઠન અને બોલતી ભગવત ગીતા થકી શ્રવણનો લાભ ભારતી વિદ્યા મંદિરના વિદ્યાર્થીઓ અને ગુરૂજનોએ લીધો હતો.લાયબ્રેરીના નવનિર્મિત ઓડીટોરિયમમાં વિદ્યાર્થીઓને સંબોધતા લાયબ્રેરીના ગ્રંથપાલે ભગવત ગીતાના આલેખન વિષે,મહાભારતના યુદ્ધ વખતે એકાદશીના દિવસે શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચે જે સંવાદ રચાયેલો તેનું શબ્દ સ્વરૂપ આલેખન છે આ મહાન ગ્રંથ,ભગવત ગીતાજીનું એક અનોખુ અને ચમત્કારી પાસું એ છે કે આ ગ્રંથ તમે જેટલી વાર વાંચશો તેટલી વાર તમને એમાથી કઇંક નવું જાણવા મળશે. આ વાંચન થકી તમે તમારા પ્રશ્નોનું નિરાકરણ મેળવવા પણ મદદ મળે છે.ભારતના રાષ્ટ્રપિતા મહાત્માગાંધીને જયારે કોઈ પ્રશ્નનો ઉકેલ ન મળતો ત્યારે તેઓ ગીતાનું પઠન કરતાં અને તેમાથી તેઓ ઉકેલ મેળવતા.ભગવત ગીતા માત્ર એક ગ્રંથ નથી પણ એ ભારતની ખરી ઓળખ છે.ગીતા જયંતિના પાવન અવસર પર કે જે ચોક્સી પબ્લિક લાયબ્રેરી તરફથી શાળાને ભગવત ગીતાનો ગ્રંથ જ્ઞાન  પ્રસાદી સ્વરૂપે આપવામાં આવ્યો અને વિદ્યાર્થી – વિદ્યાર્થિનીઓએ અને ભારતી વિદ્યામંદિરના ગુરૂજનોએ સંકલ્પ કર્યો કે અમે બાળકોને પ્રાર્થનામાં રોજ એક શ્લોક અને એનો ભાવાર્થનું મહત્વ સમજાવીશું અને તેઓને ગ્રંથનો પૂર્ણ પરિચય કરાવીશું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!