google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, November 4, 2024
HomeCrimeવિલાયતની બિરલા ગ્રાસીમ કંપનીના જી.એમ એ મળતીયાઓ સાથે મળી કંપનીને ત્રણ કરોડનો...

વિલાયતની બિરલા ગ્રાસીમ કંપનીના જી.એમ એ મળતીયાઓ સાથે મળી કંપનીને ત્રણ કરોડનો ચુનો ચોપડ્યાની પોલીસ ફરિયાદ

- પોલીસે ગણતરીના કલાકોમાં છ આરોપી ઝબ્બે કર્યા : બે વોન્ટેડને ઝડપી પાડવાની કવાયત - કંપનીના જનરલ મેનેજરના મેળા પીપળામાં સ્ક્રેપમાં ગોલમાલ કરી છેતરપિંડી કરાઈ હતી - 2017 થી અત્યાર સુધી ત્રણ કરોડથી વધુની છેતરપિંડી બહાર આવી

ભરૂચ,

વાગરા તાલુકાની વિલાયત GIDC સ્થિત આદિત્ય બિરલા ગ્રાસીમ કંપની સાથે કંપનીના જનરલ મેનેજરે અન્ય ૭ મળતિયાઓ સાથે મળી ત્રણ કરોડથી વધુ રૂપિયાની છેતરપીંડી કરી હોવાની ફરિયાદ વાગરા પોલીસ મથકે નોંધાવા પામી હતી.જેને પગલે કંપની આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.વાગરા પોલીસે ગણતરીના કલાકોમાં જ છ આરોપીઓને ઝડપી પાડયા હતા.જ્યારે પોલીસ ધરપકડથી દૂર અન્ય બે આરોપીઓને પણ ઝડપી પાડવા કવાયત હાથધરી છે. 

ભરૂચ જીલ્લાના વાગરા તાલુકાની વિલાયત GIDC માં આવેલ ગ્રાસીમ કંપનીના ફાયબર ડિવિઝનમાં સ્ક્રેપ લેતા કોન્ટ્રાકટર અને કંપનીના જનરલ મેનેજર સહિતના અન્ય લોકો સાથે મળી વજનમાં ગોટાળો કરતા હોવાનું સામે આવ્યુ હતુ.જેને પગલે કંપનીના જવાબદાર અધિકારીએ વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ઉદ્યોગ નગરીમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.વાગરા પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગત તારીખ ૮ મી જાન્યુઆરીના રોજ આરોપી અજમતુલ્લાખાન,રોયલ એન્ટરપ્રાઈઝના પ્રોપરાઈટર ધર્મેશ,સુપરવાઇઝર રહેમતુલ્લાખાન ,વે-બ્રિજના ઓપરેટર દર્શનભાઈ પ્રજાપતિ,વિલાયત ગામના સરફરાઝ સૈયદ,સિક્યુરિટી ગાર્ડ કમલેશસિંહ તેમજ ટેમ્પોના ટ્રાઈવર સંજયકુમાર સહિત કંપનીના જનરલ મેનેજર જીગ્નેશ મહેતા સાથે મળી કંપનીમાં સ્ક્રેપ ભરવા આવતી ગાડીમાં સ્ક્રેપના વજનમાં ફેરફાર કરવાનું ગુનાહિત કાવતરું રચ્યુ હતુ.જે ૮ મી જાન્યુઆરીના રોજ આઈસર ટેમ્પો નંબર જીજે ૧૬ એયુ ૦૬૮૮ ની જગ્યાએ બીજા વાહનનું વજન કરાવી ટેમ્પોમાં ભરેલ સ્ક્રેપનું મૂળ વજન કરતા ૩૬૮૦ કિલોગ્રામ ઓછું વજન કરાવી રૂપિયા ૦૬,૫૧,૦૦૦ ની કંપની સાથે છેતરપીંડી કરી હતી.એટલુ જ નહીં આરોપી અજમતુલ્લાખાન તથા રોયલ એન્ટરપ્રાઈઝના પ્રોપરાઈટર ધર્મેશ તથા કંપનીના જનરલ મેનેજર જીગ્નેશ મહેતાએ કંપનીને વર્ષ ૨૦૧૭ થી આજદિન સુધી છેતરપીંડી કરી અત્યાર સુધી છ વર્ષમાં આશરે ૪૫૬ ગાડીઓમાં સ્ક્રેપ કંપનીની બહાર કાઢ્યો હતો. જેની અંદાજીત કિંમત ૦૮,૯૨,૦૦,૦૦૦ હોવાનો આંકડો જીગ્નેશ મહેતાએ પોતાના લેપટોપ માંથી કાઢી આપ્યો હતો.ગત ૮ મી જાન્યુઆરીના રોજ બહાર પડેલ તફાવતના આધારે ગણતરી કરતા અત્યાર સુધીમાં આશરે ૦૩,૧૨,૨૦,૦૦૦ ની છેતરપીંડી થઈ હોવાનું માલુમ પડ્યુ હતુ.આરોપીઓ આશરે દોઢ એક વર્ષથી ડિજિટલ સિસ્ટમથી છેતરપિંડી કરતા હતા અને અગાઉ એસ.એ.પી સિસ્ટમ હોય તેમાં પણ છેડછાડ કરતા હોવાની વિગતો પ્રકાશમાં આવી હતી.જેને પગલે આદિત્ય બિરલા ગ્રાસીમના આસિસ્ટન્ટ જનરલ મેનેજર રાઘવભાઈ મહેશપારીખ પુરોહિતનાઓએ વાગરા પોલીસ મથકે ૮ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.વાગરા પોલીસે ૪૦૯,૧૨૦-બી હેઠળ ગુનો નોંધી આરોપીઓનું પગેરું શોધવાની કવાયત શરૂ કરી હતી.

વાગરા પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને ટેક્નિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઈન્ટેલિજન્સની મદદથી પોલીસે આરોપીઓની માહિતી મેળવી કુલ છ આરોપીઓને ગણતરીના સમયમાં જ દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.જોકે હજુ પણ બે આરોપીઓ પોલીસ ધરપકડથી દૂર હોઈ તેઓને પણ ઝડપી પાડવાની દિશામાં વાગરા પોલીસે તપાસ હાથધરી હતી.આ સમગ્ર બાબત અંગે જંબુસર ડિવિઝનના ડીવાયએસપી પી.એલ.ચૌધરીએ વાગરા પોલીસ સ્ટેશન ખાતે પ્રેસ કોન્ફોરન્સના માધ્યમથી માહિતી પુરી પાડી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!