ભરૂચ,
ભરૂચ નેશનલ હાઈવે નંબર ૪૮ ઉપર આવેલી અતિથિ રિસોર્ટની સામે ખુલ્લી જગ્યામાં એક સૂકા ઝાડમાં આગ ભભૂકી ઉઠતાં દોડધામ મચી ગઈ હતી. આગ અંગેની જાણ GNFC કંપનીના ફાયર ફાયટરોને કરવામાં આવતા તેઓએ લશ્કરો ફાયર ટેન્ડર સાથે દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જીલ્લામાં એક તરફ ગરમીનો પાળો ઉંચો જઈ રહ્યો છે. જેના કારણે બપોરના સમયે વાતાવરણ એકદમ ગરમ બની જાય છે. ત્યારે હાલમાં પડી રહેલી અસહ્ય ગરમીમાં અનેક સ્થળોએ આગ લાગવાના બનાવો બની રહ્યા હોવાની ઘટના સામે આવી રહી છે.ત્યારે ગુરૂવારના રોજ ભરૂચના નેશનલ હાઈવે નંબર ૪૮ ઉપર આવેલી અતિથિ રિસોર્ટની સામે આવેલા એક સૂકા ઝાડમાં અચાનક આગ લાગી હતી.જે આગના કારણે ધૂમાડાના ગોટેગોટા નજરે પડતા જ સ્થાનિકો બનાવની જાણ GNFC કંપનીના ફાયર બ્રિગેડને કરવામાં આવતા લશ્કરો ફાયર ટેન્ડર સાથે તાત્કાલિક સ્થળ પર દોડી આવી પાણીનો મારો ચલાવ્યો હતો અને આગ પર કાબુ મેળવ્યો હતો.જોકે આગની ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ ન હતી.