(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
ગુજરાતવાસીઓ માટે જૂન મહિનામાં સારા સમાચાર સામે આવ્યા છે.ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની સપાટી અને આવકમાં વધારો થયો છે.હાલ નર્મદામાં વરસાદ નથી પરંતુ ગુજરાતને તેના હિસ્સાનું પાણી આપવા માટે મધ્યપ્રદેશના ઉપરવાસના ડેમ માંથી પાવરહાઉસ શરૂ કરાતા આવકમાં અને સપાટીમાં વધારો થયો છે.હાલ સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી ૧૨૩.૯૮ મીટરે પહોંચી છે.અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા ડેમની મહત્તમ સપાટી ૧૩૮.૬૮ મીટર છે.હાલ પાણીની આવક ૯૪,૪૦૫ ક્યુસેક છે.જયારે નર્મદા ડેમ માંથી ટોટલ જાવક ૨૦૫૨૦ ક્યુસેક છે.