google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, July 15, 2024
HomeCrimeઝઘડિયાના દુ.માલપોર ગામની સીમમાં આવેલ પ્લાન્ટમાં ચાર દિવસ દરમ્યાન રૂપિયા ૯૨,૦૦૦ નો...

ઝઘડિયાના દુ.માલપોર ગામની સીમમાં આવેલ પ્લાન્ટમાં ચાર દિવસ દરમ્યાન રૂપિયા ૯૨,૦૦૦ નો સામાન ચોરાયો

- ત્યાર બાદ ચોરી કરવાના ઈરાદે આવેલ બે અજાણ્યા ઈસમોને પ્લાન્ટના માણસોએ પડકારતા તે લોકો મોટર સાયકલ અને મોબાઈલ મુકીને ભાગી છુટ્યા

(જયશીલ પટેલ,ઝઘડીયા)

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના દુ.માલપોર ગામની સીમમાં આવેલ એક પ્લાન્ટ માંથી છેલ્લા ચાર પાંચ દિવસ દરમ્યાન રૂપિયા ૯૨,૦૦૦ જેટલી કિંમતનો સામાન ચોરાયો હતો.ત્યાર બાદ ગત તા.૧૯ મીના રોજ રાતના બે વાગ્યાના અરસામાં પ્લાન્ટના વોચમેને કોઈ અજાણ્યા બે ઈસમોને મોટર સાયકલ પર પ્લાન્ટ માંથી કોપર અર્થીંગ રોડની ચોરી કરીને લઈ જતા જોતા આ વોચમેન અને અન્ય વોચમેનો ભેગા મળીને મોટર સાયકલ પર જતા આ ઈસમોને પકડવા જતા સદર બન્ને ઈસમો સ્થળ ઉપર મોટર સાયકલ,એક મોબાઈલ અને ચોરેલ સામાન છોડીને ભાગી છુટ્યા હતા. ત્યાર બાદ પ્લાન્ટના લોકોને શંકા ગઈ હતી કે પાછલા ચારેક દિવસ દરમિયાન  પ્લાન્ટમાંથી જે રૂપિયા ૯૨,૦૦૦ ની કિંમતના સામાનની ચોરી થઈ હતી તે આ ઈસમો સાથે સંકળાયેલા ઈસમોએજ કરી હશે.આ બાબતે પ્લાન્ટના મેનેજર કેશવલાલ પ્રજાપતિએ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!