google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, July 15, 2024
HomeGujaratઝઘડિયાના ગોવાલી ગામે ગોપેશ્વર મહાદેવનો પાટોત્સવ ઉજવાયો

ઝઘડિયાના ગોવાલી ગામે ગોપેશ્વર મહાદેવનો પાટોત્સવ ઉજવાયો

- પાટોત્સવના દિને વિવિધ કાર્યક્રમોના આયોજન ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા

(જયશીલ પટેલ,ઝઘડીયા)

ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામે આજરોજ વૈશાખ વદ સાતમ ગુરુવાર તારીખ ૩૦.૫.૨૪ ના રોજ શ્રી ગોપેશ્વર મહાદેવ મંદિર નો પાટોત્સવ ઉજવણીના કાર્યક્રમનું આયોજન ગોવાલી ગામના ધર્મપ્રિય ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું હતું.વહેલી સવારે ગામમાં શિવ ફેરી ફરી પાટોત્સવની પૂજા વિધિ કરવામાં આવી હતી.પાટોત્સવ નિમિત્તે ગોવાલી ગામના ગ્રામજનો દ્વારા એકત્રિત થઈ લઘુરૂદ્રનું આયોજન કરવામાં આવ્યું હતું લઘુરુદ્ર બાદ બ્રહ્મજ ભોજનનુ આયોજન કરવામાં આવ્યું હતું.પાટોત્સવ નિમિત્તે ગોપેશ્વર મહાદેવ મંદિરને ખુબ સરસ રીતે શણગારવામાં આવ્યું હતું અને ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો પાટોત્સવના કાર્યક્રમ દરમ્યાન ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!