google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, July 23, 2024
HomeGujaratઝઘડિયાના રતનપુરની ખાડીમાં પ્રદૂષિત પાણી છોડવા બાબતે જીએમડીસીને જીપીસીબી નોટિસ ફટકારી

ઝઘડિયાના રતનપુરની ખાડીમાં પ્રદૂષિત પાણી છોડવા બાબતે જીએમડીસીને જીપીસીબી નોટિસ ફટકારી

- ગતરોજ પ્રદૂષિત પાણીના કારણે રતનપુરની ખાડીમાં કેટલીક માછલીઓના મોત થયા હતા જેમાં જીપીસીબી દ્વારા પાણીના નમુના લેવામાં આવ્યા હતા

(જ્યશીલ પટેલ,ઝઘડીયા)

ઝઘડિયા તાલુકાના રતનપોર નજીકની ખાડીમાં ગતરોજ શંકાસ્પદ મૃત હાલતમાં માછલીઓ મળી હતી.આ ખાડીમાં રતનપુર ની આજુબાજુના ગામનું પશુધન પણ પાણી પીતા હોય છે.જેના સંદર્ભે સ્થાનિકોમાં આ બાબતે આક્રોશ જોવા મળ્યો હતો, ત્યારબાદ સ્થાનિકો દ્વારા જીપીસીબીને જાણ કરવામાં આવી હતી.જીપીસીબી દ્વારા રતનપોરની ખાડી માંથી પાણીના નમૂના લેવામાં આવ્યા હતા.ત્યાર બાદ દમલાઈ ગામના એક આગેવાન દ્વારા જીપીસીબી ને જાણ કરવામાં આવી હતી કે રાજપારડી જીએમડીસી દ્વારા આ ખાડીમાં પાઈપો દ્વારા મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવી રહ્યું છે અને આ પાણી એસિડયુક્ત હોઈ શકે છે.ત્યાર બાદ જીપીસીબી દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી અને પાણીના નમુના ચેક કરવામાં આવતા પાણી શંકાસ્પદ જણાયું હતું.આ ધટના દરમિયાન એવા પણ આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહ્યો છે કે જીએમડીસી દ્વારા ખાડીમાં છોડવામાં આવેલ પાણી એસીડયુક્ત હોઈ શકે છે જેના કારણે જ આ જળચર જીવોના મોત થયા છે તેવા આક્ષેપ કરવામાં આવ્યા હતા.

ટેલીફોનીક વાત કરતા જીપીસીબીના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જીએમડીસી દ્વારા ખાડીમાં છોડવામાં આવેલા પાણીના નમુના લઈ પીએચ પણ ચેક કરવામાં આવી હતી.જે શંકાસ્પદ જણાતા જીએમડીસીના અધિકારીઓને નોટિસ ફટકારવામાં આવી છે અને પાણી તાત્કાલિક બંધ કરવા જણાવ્યું હતું.ત્યાર બાદ પાણીના જે પણ નમૂના લેવામાં આવ્યા છે એનો રિપોર્ટ આવ્યા બાદ જો આ પાણી શંકાસ્પદ જણાશે તો જીએમડીસી રાજપારડી પ્રોજેક્ટ પર આગળની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ૩૫ વર્ષથી જીએમડીસી દ્વારા રાજપારડી ખાતે લિગ્નાઈટનું ઉત્પાદન કરવામાં આવે છે.લિગ્નાઈટના ઉત્પાદન દરમ્યાન ઘણા પ્રકારના ખનીજો અને ઘણા પ્રકારના સખત નરમ પાણી નીકળતા હોય છે.જીએમડીસી દ્વારા આ પાણીને એક સ્થળે સંગ્રહ કરી ત્યાર બાદ તેના પર પ્રક્રિયા કર્યા બાદ ખાડીમાં છોડવામાં આવતું હોય છે.જે પાણી ઘણી વખત ભૂંડવા ખાડીમાં પણ પ્રદૂષિત પાણી ઠલવાય છે જેના કારણે આવી ઘટનાઓ બનતી હોય છે.

– સરકારના નિગમને જ પર્યાવરણની ચિંતા નથી તો ખાનગી ઉદ્યોગોને શું કહેવાનું?

ગુજરાત સરકારનુ સાહસ એવું જીએમડીસી માઈન્ડિંગ દરમિયાન નીકળતું ખરાબ પાણી આડેધડ જાહેરમાં નાની મોટી ખાડીઓમાં છોડીને પાણીનું પ્રદૂષણ કરતી હોય જેના કારણે મુંગા પશુઓ તથા જળચર જીવોને નુકસાન થાય છે અને સરકાર ના નિગમો જ સરકાર ના જીપીસીબી ના તથા ગ્રીન ટ્રિબ્યુનલના કાયદાઓની ઐસીતૈસી કરતી હોય અને વાડ જ ચિભડા ગળતી હોય ત્યારે જીઆઈડીસીના ખાનગી ઉદ્યોગોને શું કહેવાનું હોય?

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!