(વિજય વસાવા,નેત્રંગ)
વિકસિત ભારત 2047ના સ્વપ્નને સાકાર કરવા સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ નેત્રંગ ખાતે વાર્ષિકોત્સવ તથા ઇનામ વિતરણનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર પૂર્વ કુલપતિ ડૉ.પ્રવિણભાઈ પટેલ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કોમર્સના પૂર્વ ડીન ડૉ.અશોક દેસાઈ, સરકારી વિજ્ઞાન કોલેજ કિલ્લા પારડીના આચાર્ય સૂર્યસિંહ વસાવા,એમ એમ ભક્ત હાઈ સ્કૂલના પ્રિન્સિપલ રતનસિંહ વસાવા,એકલવ્ય મોડેલ હાઈસ્કૂલના આચાર્ય હેમંતભાઈ અને વાલીઓ તેમજ વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓએ આ ઉત્સવને આનંદમય બનાવ્યો હતો.
સમારંભને આચાર્ય ડૉ.જી.આર.પરમારે કોલેજના વિદ્યાર્થીઓની આ વર્ષની સિદ્ધિઓની બિરદાવી હતી. કોલેજના સિનિયર પ્રોફેસર અહેવાલ વાંચન કર્યું હતું. વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ રજૂ કરી હતી.તેમજ આખા વર્ષના જુદી – જુદી પ્રવૃત્તિઓમાં કોલેજ તેમજ યુનિવર્સિટી કક્ષાએ વિજેતા બનેલા વિદ્યાર્થીઓને ઈનામ તથા ટ્રોફી આપવામાં આવી હતી.
સમગ્ર કાર્યક્રમની સફળ બનાવવામાં IQAC કોઓર્ડીનેટર ડૉ.જશવંત રાઠોડે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમની સંચાલન સમિતિના સભ્યો ડૉ એસ આર વસાવા,પ્રો.વિક્રમ ભરવાડ, પ્રો.નીખિલભાઈ પ્રો.નરેશ વસાવા,પ્રો.ચંદ્રસિંહ પાડવી, પ્રો.દક્ષા વળવી, પ્રો.ધર્મેશ ચૌધરી એ સરાહનીય મહેનત કરી હતી.ભોજન સમિતિના જીતુભાઈનું કામ પ્રશંસનીય હતું.