google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Friday, April 19, 2024
HomeGujaratદોઢગાંવ આંબા દેવકુઈ માઈ મંદિરે ત્રીજા પાટોત્સવની ભવ્ય ઉજવણી

દોઢગાંવ આંબા દેવકુઈ માઈ મંદિરે ત્રીજા પાટોત્સવની ભવ્ય ઉજવણી

- જંબુસર શહેર તાલુકા અગ્રણીઓ,હિન્દુ - મુસ્લિમ ભાઈ બહેનો હાજર રહી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું

(સંજય પટેલ,જંબુસર)

જંબુસર તાલુકાના દોઢગાવ આંબા દેવ કુઈ ખાતે દિનેશભાઈ રાવજીભાઈ ઠાકોર દ્વારા નવનિર્મિત મહાકાળી માતા,સિકોતર માતા તથા મેલડી માતાજીનું સુંદર નયન વાતાવરણમાં મંદિર બનાવવામાં આવ્યું છે. જેનો ત્રીજો પાટોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા.જેમાં રાત્રે માતાજીના ગરબા,યજ્ઞ પૂજા વિધિ,મહા આરતી અને મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.સદર પાટોત્સવ નિમિત્તે યોજાયેલ યજ્ઞ પૂજામાં મોટી સંખ્યામાં માઈ ભક્તો જોડાયા હતા અને વિદ્વાન બ્રાહ્મણો દ્વારા યજ્ઞ પૂજા વિધિ યોજાઈ ત્યારબાદ પુર્ણાહુતિ શ્રીફળ હોમવામાં આવ્યું હતું. અને ત્રીજા પાટોત્સવ નિમિત્તે ત્રણ કેક કાપી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.પાટોત્સવ પ્રસંગે જંબુસર શહેર તાલુકા અગ્રણીઓ, હિન્દુ – મુસ્લિમ ભાઈ બહેનો હાજર રહી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!